યુવકને ધક્કો મારીને પછાડી દેવામાં આવતા માથામાં ભારે ઈજા થઈ
પોરબંદર
પોરબંદરમાં અમુક વિસ્તારમાં તો તમારા ઘરનો દરવાજો જરા મોટી અવાજે ખખડે તો પણ માથાભારે તત્વો તમને ખખડાવી નાખે છે અને ક્યારેક તો ધબધબાવી પણ નાખે છે. હદ થઈ ગઈ કહેવાય. પોરબંદરના ખારવા વાળ દરજી ફળિયામાં એક વ્યક્તિના ઘરનો દરવાજો ભટકાવાનો અવાજ અવારનવાર આવતો હોવાને કારણે તેને ચાર વ્યક્તિઓએ મળીને ઢીકાપાટોનો માર મારી ધક્કો મારી નીચે પચાડી દેતા તેને ભારે ઈજા થઈ હતી.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે જહેન રામજીભાઇ કાપડીયા (ઉ.વ.૩૭ ધંધો- પ્રા.નોકરી રહે.દરજી ફળીયુ ખારવાવાડ પોરબંદર)એ
(૧) બિપીન કાપડીયા (૨) ગીતાબેન બિપીન કાપડીયા (3) ચિંતનબેન કાપડીયા (૪) કૃણાલ બિપીન કાપડીયા (રહે. દરજી ફળીયુ ખારવાવાડ પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર ચારેય આરોપીઓએ ફરિયાદીને તેનો ઘરનો દરવાજો ભટકાવવાનો અવાજ આવવા બાબતે જેમ તેમ બોલી ઉશ્કેરણી કરી તથા ઢીંકાપાટુનો માર મારી તેમજ ફરીયાદીને ધક્કો મારી નીચે પછાડી દેતા માથાના ભાગે સાત ટાંકાની ઇજા પહોંચાડી એકબીજાની મદદગારી કરી હતી. તા.૩૧/૧૨/૨૦૨૪ના રાત્રીના ૦૦/૩૦ વાગ્યાના અરસામાં દરજી ફળીયુ ખારવાવાડ ફરીયાદીના ઘરમાં બનેલી આ ઘટના અંગે કીર્તિ મંદિર પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨),૧૧૭(૨),૩૫૨, ૫૪ મુજબ ગુનો દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે