Saturday June 21, 2025

પોરબંદરમાં આડા સંબંધોમાં થયેલી હત્યામાં મહિલાના પતિ અને ભાઈ સહિત ત્રણની ધરપકડ

[ આડા સંબંધોની ઘટનાનું સીધું ડિટેકશન ]]

પોરબંદરમાં આડા સંબંધોમાં થયેલી હત્યામાં મહિલાના પતિ અને ભાઈ સહિત ત્રણની ધરપકડ

બોખીરાના હિરેનને એક મહિલા સાથે આડા સંબંધ હોવાને કારણે તે મહિલાના પતિ અને ભાઈએ અન્યો સાથે મળીને હિરેન ને પતાવી દીધો હતો

ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના જયુબેલીમાં બનેલ ખુનના ગુન્હાના આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી પોરબંદર એલ.સી.બી.

પોરબંદર
પોરબંદરમાં બોખીરાના હિતેશ ઉર્ફે હિરેન કારાવદરા ને હેતલ મોઢવાડિયા નામની એક મહિલા સાથે આડા સંબંધ હોવાને કારણે તે મહિલાના ભાઈ અને પતિએ અન્ય લોકો સાથે મળીને તેના પર પ્રાણ ઘાતક હુમલો કર્યો હતો અને તે દરમિયાન સારવાર દરમિયાન હિતેશ નું રાજકોટ ખાતે મોત થતાં સમગ્ર ઘટના હત્યામાં પરિણામી હતી આ કેસમાં પોરબંદર એસપીએ કેટલીક ટીમો બનાવીને તેની તપાસનું સુકાન પોરબંદર એલસીબી ને સોંપ્યું હતું અને તે દરમિયાન એલસીબીના કેટલાક જાણ ભેદો જમાદારોને મળેલી ના આધારે આ ખૂન કેસના ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને ઉદ્યોગ નગર પોલીસને સોંપી દેવામાં આવ્યા છે આરોપીઓની તપાસ ચાલુ છે. ઘટનાની આંટી ઘૂંટીઓ સમજવા માટે પોલીસ આરોપીઓના રિમાન્ડની માંગણી કરવાનું વિચારી શકે છે.
ગઇ તા.૨૯/૧૨/૨૦૨૪ ના રોજ કરણ ભનાભાઈ કારાવદરા (ઉ.વ.૨૪ ધંધો નોકરી રહે જ્યુબેલી કસ્તુરબા સ્કુલની બાજુમાં બોખીરા પોરબંદર)એ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, પોતાના મોટાભાઈ હિતેશ ઉર્ફે હિરેન ભનાભાઈ કારાવદરાને આરોપી સંજય મોઢવાડીયાની બહેન તથા આરોપી રમેશ કેશવાલાની પત્ની હેતલ મોઢવાડીયા સાથે અગાઉ પ્રેમ સબંધ હોય, જે વાતનું મનદુઃખ રાખી અને આરોપી સંજય મોઢવાડીયા તથા રમેશ કેશવાલા તથા તેમની સાથે આવેલ અજાણ્યા માણસે લોખંડના ધારદાર પાઈપો વડે અને આરોપી રાહુલ ઉર્ફે લીખો કેશવાલાએ લાકડાના ધોકા વડે ફરિયાદીના ભાઈને મારી નાખવાના ઈરાદે શરીરે તથા માથાના ભાગે આડેધડ લોખંડના પાઈપો તથા ધોકાના ઘા મારી, ફરિયાદીના ભાઈને જીવલેણ ઈજાઓ પંહોચાડી આરોપીઓએ ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી, જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી પોરબંદરના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય જે અંગે ફરીયાદીશ્રીએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસ ૧૦૯(૧), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબની ફરીયાદ આપતા ગુન્હો દાખલ થયેલ. બાદ આ કામના ભોગ બનનાર હિતેશ ઉર્ફે હિરેન ભનાભાઈ કારાવદરા સારવાર દરમ્યાન મરણ જતા બનાવ ખુનની કોશીષમાંથી ખુનમાં પરીણમતા ગુનાની ગંભીરતા ધ્યાને લઇ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનાં જયુબેલી વિસ્તારમાં બનેલ ઉપરોકત બનાવ બાબતે ગુનાના આરોપીઓને સત્વરે શોધી કાઢવા એલ સી,બી, એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્કોડ તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામા આવેલ જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફ દ્વારા ટેકનીકલ સોર્સ તથા ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરતા એલ.સી.બી. માં ફરજ બજાવતા હેડ હીમાંશુ મક્કા તથા જીતુ દાસા તથા કોન્સ્ટેબલ નટવર ઓડેદરાને સંયુક્ત રાહે ચોક્કસ અને આધારભુત હકીકત મળેલ કે, ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ કોલીખડા થી આદિત્યાણા રોડ સીમ વિસ્તારમાં આવનાર છે જેથી એલ.સી.બી.ની ટીમને તુરત જ ખંભાળા ગામના પાટીયા પાસે વોચમાં ગોઠવવામાં આવતા સદર ગુનાના આરોપીઓ ત્યાંથી નિકળેલ જેથી મજકુર આરોપીઓને પકડી પાડી આગળની ધોરણસર કાર્યવાહી થવા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ આર કે કાંબરીયા તથા એએસઆઇ બટુક વિંઝુડા, રાજેન્દ્ર જોષી, રણજીત દયાતર, ગોવિંદ મકવાણા, મુકેશ માવદીયા તથા હેડ કોન્સ્ટેબલ ઉદય વરૂ, સલીમ પઠાણ, ઉપેન્દ્ર જાડેજા, હીમાંશુ મક્કા, કુલદીપ જાડેજા, વિપુલ ઝાલા, લક્ષ્મણ ઓડેદરા, જીતુ દાસા તથા જમાદાર નાથીબેન કુછડીયા તથા કોન્સ્ટેબલ નટવર ઓડેદરા, વિરેન્દ્રસિંહ વગેરે જોડાયા હતા.

પકડાયેલ આરોપીઓ:
(૧) સંજય રાજુભાઇ મોઢવાડીયા ઉ.વ.૨૧ રહે રાણાવાવ બસ સ્ટેન્ડ પાછળ હરીઓમ સોસાયટી તા રાણાવાવ જી.પોરબંદર
(૨) રમેશ ચનાભાઇ કેશવાલા ઉ.વ ૨૬ રહે રાણાવાવ બસ સ્ટેન્ડ પાછળ હરીઓમ સોસાયટી તા રાણાવાવજી પોરબંદર,
(૩) રાહુલ ઉર્ફે લીખો ચનાભાઇ કેશવાલા ઉ.વ ૨૩ રહે રાણાવાવ સ્ટેશન પ્લોટ જીનમીલ પાસે તા રાણાવાવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top