Saturday June 21, 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪ જાન્યુઆરીએ રાજકોટમાં ખેલ મહાકુંભ ૩.૦નો શુભારંભ

રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે ૭૧.૩૦ લાખ રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન

દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજ

રાજકોટ

રમતવીરોના ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ૪ જાન્યુઆરી ને શનિવારે રાજકોટથી ખેલ મહાકુંભ ૩.૦નો શુભારંભ કરાવશે. રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે ૭૧,૩૦,૮૩૪ રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦નો શુભારંભ સમારોહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ ટ્રેક ખાતે શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યાથી શરૂ થશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરીયા તેમજ રમતગમત અને યુવક સેવા વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.
જ્યારે અતિથિ વિશેષ તરીકે રાજકોટનાં મેયર શ્રીમતિ નયનાબહેન પેઢડીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબહેન રંગાણી, સાંસદો સર્વ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરીયા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા તેમજ ધારાસભ્યો સર્વશ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતિ ગીતાબા જાડેજા, ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, શ્રી જીતેન્દ્રભાઈ સોમાણી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. કમલસિંહ ડોડીયા ઉપસ્થિત રહેશે.
આ સમારોહ પૂર્વે પ્રિ-ઇવેન્ટ કાર્યક્રમમાં આર.જે. આભા તથા જાણીતી બોલીવુડ સિંગર સુશ્રી ઐશ્વર્યા મજમુદાર વિવિધ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરશે.
આ શુભારંભ સમારોહમાં ખેલ મહાકુંભ ૨.૦માં વિજેતા બનેલી રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ ત્રણ શાળાઓને રોકડ પુરસ્કાર તેમજ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલી શ્રેષ્ઠ ત્રણ મહાનગરપાલિકાઓનું સન્માન ઉપરાંત પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલા શ્રેષ્ઠ ત્રણ જિલ્લાઓનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે.
આ ખેલ મહાકુંભના શુભારંભ સમારોહમાં જોડાવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ આર. એસ. નીનામાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top