સલાયાથી પવિત્ર કુંભ મેળામાં જતા યાત્રાળુઓને ફૂલહાર કરીને વિદાય અપાઈ

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૧-૨૦૨૫

     ભારતના ઉત્તરપ્રદેશમાં આવેલા પ્રયાગરાજમાં સૌથી મોટા કુંભમેળાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. હિન્દુ ધર્મમાં આ કુંભમેળાનું ઐતિહાસિક મહત્વ છે. ત્યારે ખંભાળિયા તાલુકાના સલાયા ગામના પૌરાણિક એવા શ્રી પાળેશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રવિણગીરી ગોસ્વામી તેમજ વાંઝા દરજી સમાજના અગ્રણી મૂળ સલાયાના અને હાલ લંડન રહેતા કિશોરભાઈ ગોહેલ અને તુલસીગીરી ગોસ્વામીએ કુંભમેળા માટે પ્રયાગરાજ જવા ભગવાન શિવને શીશ ઝુકાવીને પ્રસ્થાન કર્યું હતું. તેમને સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા ફૂલહાર અને ઉપરણા ઓઢાડી અને વિદાય આપવામાં આવી હતી.
    તેમની આ ધાર્મિક યાત્રા ફળદાયી અને સુખદ બની રહે તે માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *