પકડાયેલ હેનિશ અને વિવેકે પોલીસ સમક્ષ ફટાફટ કબૂલી લીધું કે તેઓ દિગ્વિજયગઢના કિશોર પાસેથી દારૂનો આ જથ્થો લાવ્યા હતા
મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત રૂ 73 હજારનો મુદ્દામાલ કબજે લઈ 3 સામે એફઆઇઆર કરતી પોરબંદર એસઓજી પોલીસ
પોરબંદરના લાભ હોન્ડા પાસે દારૂની હેરાફેરી કરનારા બે શખ્સોને ગેરલાભ થયો હતો. પોરબંદર પોલીસે તા.૧૫/૧/૨૦૨૫ કલાક ૨૩/૫૫ વાગ્યે લાભ હોન્ડા પાસે, સર્વીસ રોડ ઉપર, નરસંગટેકરી ખાતેથી બે શખ્સોને અલગ અલગ ચાર બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની 36 બોટલ સાથે ઝડપી લીધા હતા અને રૂ 73 હજારની કિંમતનો કુલ મુદ્દા માલ કબજે લીધો હતો. બંનેને દારૂનો આ જથ્થો પૂરો પાડનાર એક ત્રીજા શખ્સનું પણ નામ ખોલાવીને પોલીસે ત્રણ સામે સરકાર તરફે એફઆઇઆર કરી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે સરકાર તરફે પિયુષ બોદર (એ.એસ.આઇ. બ.નં. ૪૫૧ નોકરી પેરોલ ફર્લો સ્કોડ, પોરબંદર)એ (૧) હેનીશ દીનેશભાઇ ખુદાઇ ઉ.વ. ૩૦ રહે. કિર્તીમંદીર થાણાની બાજુમાં આશાપુરા જવેલર્સન ઉપર, પોરબંદર. (૨) વિવેક નરશીભાઇ શેરાજી ઉ.વ. ૨૭ રહે ખાખચોક, ખાખેશ્વર મહાદેવના મંદીર પાસે, કુબેર એપાર્ટમેન્ટ પાસે પોરબંદર અને નહિ પકડાયેલ (૩) કિશા ઉર્ફે કિશોર ભાયાભાઇ ધેલીયા રહે. દીગ્વીજયગઢ જી.પોરબંદર સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપી હેનિશ અને વિવેકે પોતાના કબ્જા હવાલાવાળા બ્લુ કલરના સુઝુકી કંપનીની એકસેસ મોટર સાયકલ રજી. નં. જી.જે.૨૫.એઇ.૬૦૦૭ કી.રૂ. ૫૦,૦૦૦/- માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ ચાર બ્રાન્ડની બોટલ નંગ- ૩૬ કિ.રૂ. ૨૦૯૭૯/- તથા રીયલમી કંપનીનો કાળા કલરનો ફોન નંગ-૧ કિ.રૂ. ૨૦૦૦/- મળી કુલ રૂ. ૭૨૯૭૯/- ના મુદામાલ સાથે જાહેરમાંથી મળી આવી પકડાઇ જઇ સદરહું દારૂનો જથ્થો આરોપી કિશોર પાસેથી લઇ આવી ગુન્હો કરવામાં એકબીજાએ મદદગારી કરી હતી. આ અંગે કમલાબાગ પોલીસમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)બી, ૬૫ઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબ ગુનો દાખલ થતાં પોરબંદર એસઓજી હેડ કોન્સ્ટેબલ જે.આર કટારાજીએ તપાસ હાથ ધરી છે.