Saturday June 21, 2025

ખેલ મહાકુંભમાં નાની પાણીયાળી પ્રા.શાળાની ઝળહળતી સફળતા

હરેશ જોષી – કુંઢેલી

ખેલ મહાકુંભ તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં નાની પાણીયાળી પ્રા શાળાના વિદ્યાર્થીઓ લગભગ દરેક સ્પર્ધામાં નંબર મેળવેલ. જેમાં ૧)ખોખો બહેનો-Under-14 તાલુકા રનર્સ અપ, ૨)ખો ખો ભાઈઓ-Under-14 તાલુકામાં ત્રીજો નંબર, ૩) વ્યક્તિગત રમત- ભાઈઓ- બ્રોડ જમ્પ-Under-11 તાલુકા પ્રથમ,
૪)વ્યક્તિગત રમત- 100 મીટર દોડ-Under-14-બહેનો-તાલુકા પ્રથમ,૫) વ્યક્તિગત રમત-200 મીટર દોડ-Under-14-બહેનો-તાલુકા રનર્સ અપ, 5) વ્યક્તિગત રમત-લાંબી કુદ-Under-14-બહેનો-તાલુકા રનર્સ અપ આ તમામ રમતો માં સ્પર્ધામાં નંબર મેળવેલ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર અભિનંદન આપે છે. ઉપરોક્ત તમામ સ્પર્ધામાં શાળાના શિક્ષક શ્રી મકવાણા જીગ્નેશભાઈ, ગોહિલ રણજીતસિંહ, કુરેશી અબ્દુલ કાદર એ કોચ તરીકે માર્ગદર્શન પૂરું પાડેલ. શાળાના આચાર્યશ્રી રાકેશભાઈ દવે, કે.વ. શાળા શેત્રુંજી ડેમ આચાર્યશ્રી ભીમજીભાઇ વાળા, તથા સીઆરસી શ્રી ત્રિવેદી આશિષભાઈ એ માર્ગદર્શન પૂરું પાડેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top