Saturday June 21, 2025

પોરબંદરના વાંદરી ચોકમાં વધુ એક બાઈકની ચોરી

પોરબંદર
પોરબંદરમાં વધુ એક બાઈકની ચોરી થઈ છે. શહેરના વાંદરી ચોકમાં કોઈ વાંદરાએ હાથ અજમાવ્યો છે. પોલીસ સુત્રો અનુસાર આ મામલે વિમલભાઈ રતીલાલ લાખાણી (ઉ.વ.૪૯, જાતે- લોહાણા, ધંધો-વેપાર રહે. ૪/ભોજેશ્વર પ્લોટ, મામાદેવના મંદિરની સામે, પોરબંદર)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે તેમનું બજાજ કંપનીનુ કાળા કલરનું બોક્ષર મોટર સાયકલ નં. જીજે ૧૧ એન ૫૧૦૧ જેની કિ.રૂા.૨૦,૦૦૦/-ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો છે. તા.૩/૧૨/૨૦૨૪ કલાક ૨૦/૦૦ થી ૨૩/૩૦ વાગ્યાના અરસામાં પોરબંદર ખારવાવાડ વાંદરી ચોકમાં સાગર ભુવન વાડી પાસે જાહેર રોડ ઉપર બનેલી આ ઘટના અંગે કીર્તિ મંદિર પોલીસમાં ગુનો દાખલ થતાં પીએસઆઇ જી. એમ. સોલંકીએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top