રાણાવાવના પાદરડી ગામમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી.
પોરબંદર એલસીબી પોલીસે રાણાવાવના પાદરડી ગામે કરેલી એક રેડ દરમિયાન છ શખ્સો રૂપિયા 26,000 સાથે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર એસપી ભગીરથસિંહ જાડેજાના સૂચન મુજબ એલસીબી પીઆઇ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ સી બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હીમાંશુ મક્કા તથા કોન્સ્ટેબલ નટવર ઓડેદરાને મળેલ હકીકત આધારે, રાણાવાવ તાલુકાના પાદરડી ગામથી આવળ માતાજીના મંદીર તરફ જતા રસ્તે તળાવ સામે કેનાલ કાંઠે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને ગંજીપત્તાના પાના નંગ- પર તથા રોકડા રૂા. ૨૬,૪૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. પકડાયેલ આરોપીઓમાં (૧) દેવશી વિજાભાઇ કેશવાલા ઉ.વ.૬૩ રહે. એરડા ગામ રામ મંદીર પાસે તા.જી.પોરબંદર (૨) માલદે ભોજાભાઇ વદર ઉ વ ૬૫ રહે કુતીયાણા ગામ થેપડાજાપા પાસે તા કુતીયાણા જી પોરબંદર (૩) માલદે દુદાભાઇ ઓડેદરા ઉ.વ.૬૧ રહે કુતીયાણા ગામ બાપુનાકા તા કુતીયાણા જી પોરબંદર. (૪) નાગાજણ મોહનભાઇ સોલંકી ઉ.વ પર રહે. જાંબુ ગામ કોળી ફળીયુ તા રાણાવાવ જી પોરબંદર, (૫) રાજશી ભાયાભાઇ મોઢા ઉવ.૪૦ રહે. કોટડા ગામ વાછરાડાડાના મંદીર પાસે તા કુતીયાણા જી પોરબંદર (૬) કેશુ રામભાઇ ભુતીયા ઉ.વ.૬૦ રહે નેરાણા ગામ વાછરાડાડાના મંદીર પાસે તા રાણાવાવ જી.પોરબંદરનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં એએસઆઇ બટુક વિંઝુડા, રાજેન્દ્ર જોષી, રણજીત દયાતર, ગોવિંદ મકવાણા, મુકેશ માવદીયા તથા હેડ ઉદય વરૂ, સલીમ પઠાણ, ઉપેન્દ્ર જાડેજા, કુલદીપ જાડેજા, લક્ષ્મણ ઓડેદરા, જીતુભાઇ દાસા તથા જમાદાર નાથીબેન કુછડીયા તથા કોન્સ્ટેબલ વિરેન્દ્ર પરમાર, અજય ચૌહાણ તથા ડ્રાપીસી રોહીત વસાવા વિગેરે રોકાયેલ હતા.
