પોરબંદર
કુતિયાણા પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન કોન્સ્ટેબલ અશ્વિન વેજાભાઇ તથા અલ્હાબ હુસેનભાઇને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે ખાગેશ્રી ગામની ખારા સીમ વિસ્તારમાં બાવળોની કાંટમા જાહેરમાં અમુક ઇસમો તીનપતી રોન પોલીસ નામનો હારજીતનો જુગાર ચાલુ હોય જેથી હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા તે જગ્યાએ તીનપતિ રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમતા કુલ ત્રણ ઇસમોને રોકડા રૂા.૨૫,૧૨૦/- સાથે જડપી પાડી કુલ મુદ્દામાલ કિ.રૂા.૨૫,૧૨૦/- સાથે મળી આવતા તમામ સામે જુગાર ધારાની કલમ 12 હેઠળ ગુનો દાખલ થયો છે. પકડાયેલ આરોપીઓમાં (૧) ભાવેશ ચંદુલાલ કંટેસરીયા ઉ.વ.૪૪ રહે.ખાગેશ્રી ગામ તા.કુતીયાણા જી.પોરબંદર (૨) દેવા અરજનભાઇ ગુરગટીયા ઉ.વ.૪૦ રહે.ખાગેશ્રી ગામ તા.કુતીયાણા જી.પોરબંદર (૩) નરેશ મુળુભાઇ રાઠોડ ઉ.વ.૪૨ રહે.ખાગેશ્રી ગામ તા.કુતીયાણાનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં કુતિયાણા પીએસઆઇ કે એન ઠાકરીયા અને સ્ટાફના માણસો જોડાયા હતા.