Friday June 20, 2025

રાજપરા ઠાડચના BLO જે. ડી. ગોહિલને રાજ્ય કક્ષાનો બેસ્ટ બુથ લેવલ ઓફિસરનો એવોર્ડ એનાયત થશે

આગામી 25 તારીખે રાજ્યપાલના હસ્તે ગાંધીનગર ખાતે સન્માન

હરેશ જોષી, રાજપરા-ઠાડચ

15મો રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ-2025નો કાર્યક્રમ મહા મહિમ રાજયપાલશ્રીના અધ્યક્ષ પદે 25જાન્યુઆરીના રોજ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાધીનગર મુકામે યોજાશે.
બેસ્ટ ઈલેકટોરલ પ્રેકટીસીસ અવોર્ડ-2024 રાજપરા(ઠાડચ)બુથ લેવલ ઓફિસર જયેન્દ્રસિહ ડી.ગોહિલ ને મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે બેસ્ટ ઈલેકટોરલ પ્રેકટીસીસ એવોર્ડ અન્વયે જુદીજુદી કેટેગરીઓમા આવતા દરેક જિલ્લા તરફથી નોમિનેશન રાજયકક્ષાએ મોકલતા હોય છે. જેમા રાજયકક્ષાની એવોર્ડ સિલેક્શન કમિટી દ્વારા સર્વે જિલ્લાઓ તરફથી મળેલ નોમિનેશન પૈકી રાજયકક્ષાએ આવતા Dy.DEO,ERO,AERO, Special Category અને BLOને રાજયકક્ષાએ સન્માનિત કરતા હોય છે.જેમા 102 પાલીતાણા વિધાનસભા ના ભાગ નંબર 253 રાજપરા(ઠાડચ)સાજણાસર પ્રાથમિક શાળાના મ.શિક્ષક જયેન્દ્રસિહ ડી.ગોહિલ ને ઉત્કૃષ્ઠ કામગીરી માટે રાજયકક્ષાનો બેસ્ટ બુથ લેવલ ઓફિસરનો એવોર્ડ પ્રાપ્ત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top