Saturday June 21, 2025

શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વડવા- બ વોર્ડના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

ભાવનગર

ભાવનગરમાં તારીખ ૦૫-૦૨-૨૦૨૫ ના રોજ સાંજે ૬-૩૦ કલાકે કુંભારવાડા, બાનુબેનની વાડી, શેરી નં- ૫ ખાતે ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા વડવા- બ વોર્ડની પેટા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે તેમાં શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, મેયર શ્રી ભરતભાઇ બારડ, ત્રણેય મહામંત્રી શ્રી અલ્પેશભાઈ પટેલ, શ્રી નરેશભાઈ મકવાણા અને શ્રી પાર્થભાઈ ગોંડલીયા સહિત શહેર સંગઠન, સ્ટે ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકો, વરિષ્ટ આગેવાનો, સંગઠનના પૂર્વ હોદ્દેદારો તેમજ વડવા- બ સહિત તમામ વોર્ડોનું સંગઠન, શિક્ષણ સમિતિ સહિત તમામ સમિતિઓના હોદ્દેદારો, નાગરિક બેન્કના હોદ્દેદારો, તમામ સેલ-મોરચાના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ આ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે તેમ શહેર ભાજપ મીડિયા વિભાગની યાદી જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top