
ભાવનગર
મહાનગરપાલિકાની વડવા – બ વોર્ડની પેટા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના વડવા- બ વોર્ડ નં. ૩ ના ઉમેદવારશ્રી અમરશીભાઈ ચુડાસમાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન શહેર અધ્યક્ષશ્રી અભયસિંહ ચૌહાણ તથા ઉમેદવાર શ્રી અમરશીભાઈ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં તારીખ ૫-૨-૨૦૨૫ ના રોજ કરવામાં આવેલ, જેમાં મેયરશ્રી ભરતભાઈ બારડ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પશ્ચિમના ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી તેમજ પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, ભુ. પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મારુ, પૂર્વ અધ્યક્ષશ્રીઓ અમોહભાઈ શાહ, શ્રી યોગેશભાઈ બદાણી, ડૉ. રાજીવભાઈ પંડ્યા, શહેર મહામંત્રીશ્રી અલ્પેશભાઈ પટેલ, શ્રી નરેશભાઈ મકવાણા, શ્રી પાર્થભાઈ ગોંડલીયા, પૂર્વ મહામંત્રીશ્રી વનરાજસિંહ ગોહિલ, શ્રી અરુણભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી રાજુભાઈ રાબડીયા, ન. પ્રા. શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નિકુંજભાઈ મહેતા, ડે. મેયર શ્રીમતી મોનાબેન પારેખ, શાસક પક્ષના નેતાશ્રી કિશોરભાઈ ગુરુમુખાણી, ચૂંટણી પ્રભારીશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ પ્રભારીશ્રી કિશોરભાઈ ચૌહાણ, વડવા – બ વોર્ડના પ્રમુખશ્રી લક્ષ્મણભાઈ જમોડ, શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિશ્રીઓ, શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ, શહેરના તમામ મોર્ચા – સેલના હોદ્દેદારશ્રીઓ, તમામ વોર્ડના પ્રમુખશ્રીઓ તથા વોર્ડ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, નાગરિક બેંકના ડિરેક્ટરશ્રીઓ, રેલ્વે સલાહકાર સમિતિના સદસ્યશ્રીઓ, ટેલીફોન એડવાઈઝરી કમિટીના સદસ્યશ્રીઓ, અન્ન નાગરિક જાહેર અને પુરવઠા વિતરણ સમિતિના સદસ્યશ્રીઓ તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ, શુભેચ્છક મિત્રો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.





