Saturday June 21, 2025

રાજુલાના દંપતીએ દીકરીના પાસપોર્ટ માટે પંચાયતનું ખોટું જન્મ પ્રમાણપત્ર રજૂ કર્યું: ગુનો દાખલ

અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા ખાતે રહેતા સાજીદઅલી શોકતઅલી ભોજાણી અને તેમના પત્ની ફરજાનાબેન સાજીદઅલી ભોજાણી પોતાની દિકરી શીફા ફાતેમાનો પાસપોર્ટ મેળવવા માટે તા.૭/૪/૨૦૧૬ના રોજ રાજુલા પોલીસ સ્ટેશનમા તથા પાસપોર્ટ ઓફિસમા પોતાની દિકરી શીફાફાતેમા સાજીદઅલી ભોજાણીના નામનુ ખાખબાઇ ગ્રામ પંચાયતનુ ખાખબાઇ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીના સહી સીકાવાળુ ખોટુ બનાવટી જન્મ પ્રમાણપત્ર બનાવી જન્મ પ્રમાણપત્ર ખોટુ અને બનાવટી હોવાનુ જાણવા છતા પાસપોર્ટ મેળવવા માટે તેનો ખરા તરીકે ઉપયોગ કરી પાસપોર્ટ મેળવામા માટે ખોટા જન્મ પ્રમાણપત્ર રજુ રાખી ખોટાનો ખરા તરીકે ઉપયોગ કરી પાસપોર્ટ મેળવી આરોપીઓએ ગુન્હો કરવામા એકબીજાને મદદગારી કરી હતી. આરોપીઓ સામે રાજુલા પોલીસ કોન્સ્ટેબલ વસનબેન જસુભાઇ કનાડીયા એ સરકાર તરફે ગુનો દાખલ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top