દ્વારકા જિલ્લામાં ટી.બી. અંગે જાગૃતી માટે આરોગ્ય કર્મચારીઓની ટુર્નામેન્ટ યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫

       દેશભરમાં ચાલી રહેલા 100 દિવસ ટી.બી. અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “ટી.બી. હારેગા, દેશ જીતેગા”ની થીમ પર ટી.બી. અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી જિલ્લાના તમામ પુરુષ આરોગ્ય કર્મચારીઓની ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

       જેમાં જિલ્લાના તમામ ચાર તાલુકા તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા સહિત કુલ આઠ ક્રિકેટ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ ટીમોને તેના ડ્રેસ કોડમાં તથા ટ્રોફીમાં ટી.બી. અંગેના લોગો અને સૂત્રો તથા ટી.બી. ની થીમ પર ક્રિકેટ મેદાન પર સુંદર રંગોળી દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.

       જિલ્લા ક્ષય અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અને સહયોગથી યોજાયેલી આ ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ક્રિકેટની જેમ ટીમવર્કથી ક્ષય રોગ નિવારણ અને વિવિધ આરોગ્યલક્ષી કામગીરી કરીને ઉતમ પરિણામ લાવવા પ્રેરણા આપી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *