Headlines

હરદ્વાર ગોસ્વામીના કાવ્યસંગ્રહનો વિમોચન સમારોહ યોજાયો

હરેશ જોષી, અમદાવાદ

વેલેન્ટાઇન ડે નિમિત્તે જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામીના પ્રેમકાવ્યોનું પુસ્તક ‘અઢી ફૂટનું આકાશ’નો વિમોચન સમારોહ અમદાવાદના કૉલેબ ખાતે યોજાયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને સુખ્યાત સર્જક ભાગ્યેશ જહાએ વિમોચન કરતા જણાવ્યું કે ‘સાંપ્રત કવિતાનો નોખો-અનોખો અવાજ એટલે હરદ્વાર ગોસ્વામી. સંચાલક તરીકે એ ખ્યાત છે અને કવિ તરીકે સુખ્યાત છે, એણે સાહિત્યના વિધવિધ સ્વરૂપોમાં ઉત્તમ ખેડાણ કર્યું છે પણ એનો પ્રથમ અને પ્રખર પ્રેમ કવિતા રહ્યો છે.’ નવભારત સાહિત્ય મંદિરના મહેન્દ્રભાઈ શાહ અને રીટાબહેન ત્રિવેદી અતિથિવિશેષ રૂપે પધાર્યા હતા.

જાણીતા કવિશ્રી જીતેન્દ્ર જોશી, રક્ષા શુક્લ, પારસ પટેલ, રમેશ ચૌહાણ, જ્યોતિ ભટ્ટ, પ્રાર્થના જહા અને શબ્દ ગોસ્વામીએ પ્રેમકાવ્યોની રજૂઆત કરી હતી. ગૌરવ પુરસ્કૃત ગાયિકા માયા દીપક અને ડૉ. કૃતિ મેઘનાથીએ પ્રેમગીતોનું ગાન કર્યું હતું. સુચારુ સંચાલન કવિ જિગર ઠક્કરે અને સંકલન કૃણાલ શાહે કર્યું હતું. મોટી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *