દ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ: “કૃષ્ણ: નાટ્ય કથા” પ્રસ્તુત કરાઈ

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૨-૨૦૨૫

       ગુજરાત સરકારના પર્યટન વિભાગ અને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA) વડોદરા પ્રાદેશિક કેન્દ્ર દ્વારા દ્વારકામાં ગઈકાલે રવિવારે વિખ્યાત કલાકાર તેમજ પદ્મવિભૂષણ ડો. સોનલ માનસિંહ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી ‘કૃષ્ણ: નાટ્ય કથા’ એક અદ્વિતીય નૃત્ય-નાટ્ય પ્રસ્તુત કરાઇ હતી.

       ભગવાન શ્રી કૃષ્ણના સંપૂર્ણ જીવનને પ્રતિબિંબિત કરતી ‘કૃષ્ણ: નાટ્ય કથા’ નિહાળી પ્રવાસીઓ તેમજ દ્વારકાવાસીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ પ્રસંગે નાયબ કલેક્ટર હિમાંશુ ચૌહાણ, ડી.વાય.એસ.પી. સાગર રાઠોડ, મામલતદાર જે.એન. મહેતા, જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબત હાથલિયા સહિત બહોળી સંખ્યામાં દ્વારકાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

      અત્રે ઉલ્લેખનીય છે કે, ભક્તિ, સંગીત અને વાર્તા કથનના અમર સ્વરૂપને જીવંત બનાવતી આ વિશેષ રજૂઆત ગુજરાતની ત્રણ ઐતિહાસિક નગરીઓમાં એક ભવ્ય યાત્રા તરીકે થશે. તેમજ આજે રાત્રે 8 વાગ્યે, પ્રકાશ પથ (સોમનાથ ફેસ્ટિવલ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ 24- 26 ફેબ્રુઆરીના ભાગરૂપે) યોજાશે. જે દર્શકોને અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ કરાવશે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *