ખંભાળિયામાં હાપી સામોર વાડી શાળાના આચાર્યનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫

        ખંભાળિયા તાલુકામાં હાપી સામોર વાડી શાળાના આચાર્ય કૌશિકકુમાર પ્રજાપતિ વય મર્યાદાના કારણે સેવા નિવૃત્ત થતાં તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મંડપિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં હરિપુર તાલુકા શાળાની પેટા શાળાનો સ્ટાફ, હાપી સામોર વાડી વિસ્તારના વાલીઓ તથા હરિપુરના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

        આ શાળામાં 35 વર્ષથી પણ વધારે અવિરત રીતે આચાર્ય કૌશિકકુમાર પ્રજાપતિની સેવાને સૌએ બિરદાવી હતી તથા સ્મૃતિ ચિહ્ન અને સાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ પણ ભાવુક થયા હતા. આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક જયેશભાઈ રાજ્યગુરુએ કર્યું હતું.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *