Saturday June 21, 2025

જોખમી સગર્ભાની 108 એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક ડિલિવરી થતા માતા પૂત્રનો જીવ બચ્યો


સિકલ સેલ એનમિયા પોઝિટિવ મહિલા એ આપ્યો 108 એમ્બ્યુલન્સ માં પૂત્ર ને જન્મ .

કુતિયાણા તાલુકાના કોટડા ગામ વાડી વિસ્તારમાં ના એક શ્રમિક મહિલા ઉંમર વર્ષ 20 જેઓ પ્રથમ વખત સગર્ભા હોય તેમને પ્રસુતિ ની પીડા ઉપડતા વાડી નાં માલિક દ્રારા 108 માં કોલ કરવા માં આવ્યો હતો
કુતિયાણા 108 અબુલન્સ પર ફરજ પર ના મહિલા EMT મીનાક્ષીબેન રાઠોડ અને પાઈલોટ રાજેશભાઇ બેસ એ મહીલા ને લેવા માટે સમય બગડ્યા વિના નિકળી ગયા હતાં. આ મહિલા ને એમ્બ્યુલન્સ માં લીધા બાદ તપાસ કરતા આ સગર્ભા માતા ને પ્રુસુતી ની પીડા માં ખૂબજ વધરો થવાથી આ મહિલા ને રસ્તા મા જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી સાથે સાથે આ સગ્રભા માતા ને લોહી ની બીમારી એટલે કે સીકલ સેલ એનમિયા ની અસર હોય અને લોહી ની ટકાવરી ઓછી હોવાથી આ મહિલા ખૂબજ જોખમી જાણતા 108 હેડ ઓફિસ ના ઇમરજન્સી ફિજીસિયન Dr. રામની સર ની સલાહ થી આ મહિલા ની EMT મિનાક્ષીબેન રાઠોડ દ્વારા સળતાપૂર્વક ડિલિવરી કરવામા આવી હતી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ માતા પુત્ર ને પોરબંદર MR લેડી હોસ્પીટલ માં સીફ્ટ કરવામા આવ્યા હતાં
આમ અતિ જોખમી ગણાતી પ્રસૂતિ માં 108 ના સ્ટાફે નોર્મલ ડિલિવરી કરાવતા માતા પૂત્ર નો જીવ બચ્યો હતો દર્દી ના સગા એ 108 ના સ્ટાફ ને બિરદાવ્યો હતો
આ તકે જિલ્લા ના પ્રોગ્રામ મેનેજર અલ્પેશ સીર અને જિલ્લા કો ડીનેટર જયેશગીરી મેઘનાથી એ અભિનંદન પાઠવ્યા હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top