
શંભુ સિંહ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ એક ખાસ દિવસ છે, જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. મહિલાઓની સિદ્ધિઓના સન્માન માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ગુરુવારે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-2025” નિમિત્તે “મહિલા સશક્તિકરણ” સંબંધિત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન એસ્ટાબ્લિશમેન્ટ વિભાગની કલ્યાણ ટીમ દ્વારા વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી બાબુ અગસ્ટીનના નેતૃત્વ હેઠળ અને કર્મચારી હિત નિધિ (SBF) – ભાવનગર મંડળ થી તેમના માર્ગ દર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર અને તમામ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે “માનસિક સ્વાસ્થ્ય” વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. જીનાલી મોદી (સાયકોલોજિસ્ટ, અને ડાયેટ એન્ડ ન્યુટ્રીશન એક્સપર્ટ) એ “સ્ટ્રોંગ માઇન્ડ્સ, સ્ટ્રોંગ વુમન” વિષય પર ખૂબ જ અનુભવી વક્તવ્ય આપ્યું હતું, જેણે મહિલા કર્મચારીઓને તેમની વિચારસરણી વધારવાની સોનેરી તક પૂરી પાડી હતી અને તેમના આત્મવિશ્વાસને નવી દિશા આપી હતી. બ્રહ્મા કુમારીઝ, ભાવનગર દ્વારા “સુહાના સફર” થીમ પર સુંદર પ્રેરક પ્રસ્તુતિ અને સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. શહેરના “સુર સાધના ગ્રુપ” ભાવનગર દ્વારા મહિલા ઉત્થાન અને પ્રેરક સંબંધિત ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર દ્વારા પ્રાસંગિક પ્રેરક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભાવનગર ડિવિઝનના વિવિધ સ્ટેશનો અને મંડળ કચેરીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડિવિઝન પર કામ કરતી મહિલા અધિકારીઓ, વેસ્ટર્ન રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર ડિવિઝનની અધ્યક્ષા સંતોષી જી અને મોનિકા શર્મા, ઉપાધ્યક્ષા, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર ડિવિઝન પણ ઉપસ્થિત રહ્યા હતા.



