
હરેશ પરમાર, ભાવનગર
ગુજરાત લાઈવ હુડ પ્રમોશન કંપની લિ. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ભાવનગર શહેર ખાતે આયોજીત “નમો સખી સંગમ મેળો – ૨૦૨૫” નું ઉદ્ઘાટન કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની વિશેષ ઉપસ્થિતિમાં તથા ગ્રાહક બાબતો, અન્ન, નાગરિક, પુરવઠા અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે કરવામાં આવશે.
તારીખ : ૦૯/૦૩/૨૦૨૫, રવિવાર
સમય : સવારે ૧૧ : ૩૦ કલાકે
સ્થળ : જવાહર મેદાન, ભાવનગર
આ કાર્યક્રમમાં ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો, શહેર સંગઠનના હોદ્દેદારો, મહાનગરપાલિકાના પદાધિકારી, ચૂંટાયેલા જન પ્રતિનિધિ, શિક્ષણ સમિતિના સદસ્યો, શહેરના તમામ મોર્ચા – સેલના હોદ્દેદારો, તમામ વોર્ડના પ્રમુખો – મહામંત્રી તથા વોર્ડ સંગઠનના હોદ્દેદારો, મીડિયા – સોશિયલ મીડિયા – આઈ. ટી. વિભાગના હોદ્દેદારો, નાગરિક બેંકના ડિરેક્ટર, રેલ્વે સલાહકાર સમિતિના સદસ્ય, ટેલીફોન એડવાઈઝરી કમિટીના સભ્ય, અન્ન નાગરિક પુરવઠા અને જાહેર વિતરણ સમિતિના સદસ્ય, ઇ. સી. સભ્યો, શુભેચ્છકો તેમજ કર્મઠ કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયું છે.
