Saturday June 21, 2025

ભાણવડ નજીક કપાસ મિલમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ

– ફાયર ફાયટર સ્ટાફની નોંધપાત્ર જહેમત – 

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫

         ભાણવડ વિસ્તારમાં આવેલી એક કપાસ મિલમાં ગઈકાલે એકાએક આગ ભભૂકી ઉઠતા થોડો સમય નાસભાગ મચી જવા પામી હતી.

         આ બનાવની ફાયર સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ભાણવડ નજીક આવેલા ત્રણ પાટીયા પાસે સ્થિત મુરલીધર કોટેક્સ કપાસ મિલમાં ગઈકાલે બુધવારે બપોરના સમયે આગ લાગતા આ અંગે ભાણવડના ચીફ ઓફિસર દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફના જવાનોએ તાકીદે ઉપરોક્ત કપાસ મિલ ખાતે ફાયર ફાયટર સાથે દોડી જઈ અને અવિરત રીતે પાણીનો મારો ચલાવ્યો હતો.

     અહીં આશરે સાતેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગના આ બનાવે થોડો સમય ભય સાથે દોડધામનો માહોલ પ્રસરાવી દીધો હતો. આ ગોડાઉનના માલિક પરબતભાઈ રાવલીયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આગનું કોઈ ચોક્કસ કારણ તેમજ નુકસાની અંગેની વિગત જાણવા મળી નથી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top