નવારતનપરમાં નબળી ગુણવત્તાનો વીજ પોલ ધસી પડતાં મોટી દુર્ઘટના ટળી: સામાજિક કાર્યકર બટુક જેઠવાની મુખ્યમંત્રી સુધી રજૂઆત : સ્ટ્રીટ લાઈટની સુવિધા આપો પરંતુ ગ્રામજનોને જીવના જોખમમાં મૂકીને નહીં
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાના નવારતનપર ગામમાં સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી છે. આજે સવારે ગામની સડક સાઇડે નવો નખાયેલો વીજ સ્તંભ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તંત્રની ઘોર બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે સ્થાનિક સામાજિક…
