ભાવનગરના અગીયાળી ગામે અમીઝરા પાર્શ્વનાથ દાદાની ૬૨ મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૨ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગીયાળી ગામે બિરાજમાન ૨૩માં તીર્થંકર ભગવાન શ્રી અમીઝરા પાર્શ્વનાથ દાદાની ૬૨મી વર્ષગાંઠ (સાલગીરી) ની પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ઈન્દ્રસેનસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જીવદયા, ભક્તિ અને ધાર્મિક અનુષ્ઠાનોનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ફાગણ સુદ ત્રીજના શુભ દિવસે આયોજિત આ મહોત્સવમાં…
