Headlines

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મહત્વની કાર્યવાહી કરી અને પ્રથમ વખત એક સાથે 55 બોટ દ્વારા કરવામાં આવી રહેલી લાઈન ફિશીંગ ઉપર કડક હાથે કાર્યવાહી કરી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા…

Read More

કલ્યાણપુરના દરિયાઈ વિસ્તારમાંથી રૂ. 2.27 કરોડનો બિનવારસુ ચરસનો જથ્થો ઝડપાયો

– ચાર પેકેટમાં સાડા ચાર કિલો જેટલા ચરસના જથ્થા સંદર્ભે પોલીસ તપાસનો ધમધમાટ – ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા       દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પોલીસના ફુટ પેટ્રોલિંગ દરમિયાન ચાર પેકેટમાં બીનવારસુ હાલતમાં રહેલો 4.548 કિલોગ્રામ ચરસનો જથ્થો પોલીસને સાંપળ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા 2.27 કરોડના આ મુદ્દામાલને કબજે લઈ,…

Read More

ઘર છોડીને નીકળેલા અસ્વસ્થ વૃદ્ધાને યોગ્ય કાઉન્સિલિંગ કરીને આશ્રય અપાવતું દેવભૂમિ દ્વારકા જિલ્લાનું “સખી-વન સ્ટોપ સેન્ટર”

ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા     દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને રચાયેલી જિલ્લા કક્ષાની દેખરેખ સમિતિનાં માર્ગદર્શન હેઠળ ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે “સખી” વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. આ સેન્ટરમાં પિડિત મહિલાઓને કાઉન્સેલિંગ, હંગામી આશ્રય, તબીબી, કાયદાકીય અને પોલીસ સહાય જેવી સેવાઓ એક જ સ્થળે પુરી પાડવામાં આવે છે.    …

Read More

બીમારીથી કંટાળીને દ્વારકાના વૃદ્ધે ગળાફાંસો ખાધો

ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા       દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા મેઘજીભાઈ ભગવાનજીભાઈ લુવાણીયા નામના 65 વર્ષના વૃદ્ધ છેલ્લા આશરે બે વર્ષથી શ્વાસની તથા માનસિક બીમારીથી પીડાતા હોય, આ બીમારીથી કંટાળીને તેમણે પોતાના હાથે પોતાની વાડીએ આવેલા રહેણાંક મકાનમાં દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના…

Read More

દેવભૂમી દ્વારકા જિલ્લામાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને પ્રભારીઓને પ્રદેશમાં બોલાવ્યા

– સૂત્રો દ્વારા મળતી માહિતી ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા       દ્વારકા જિલ્લા પંચાયત માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોને સાથે રાખી 11 જિલ્લા પંચાયત બેઠકો માટે ચૂંટણી લડવા ઈચ્છુક વ્યક્તિઓને બોલાવીને તેમને તૈયારી કરવા કહી દીધું હતું.        જેમાં બજાણા બેઠક પર જીવાભાઈ કનારા,…

Read More

ભાણવડ પંથકમાં બે સ્થળોએ વિદેશી દારૂ અંગે એલસીબીનો દરોડો

– ત્રણ શખ્સો ઝડપાયા, એક ફરાર – ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા      દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે રવિવારે જુદા જુદા બે સ્થળોએ વિદેશી દારૂ અંગે કરેલી કાર્યવાહીમાં પરપ્રાંતિય બનાવટના શરાબની 148 બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં એક શખ્સ ફરાર જાહેર થયો છે.         આ અંગે…

Read More

ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ

ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા      દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ કાળઝાળ ગરમી વચ્ચે લૂની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ માનવતા સભર પહેલ હાથ ધરવામાં આવી છે. જિલ્લા સેવા સદન, ખંભાળિયા ના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે કામગીરી અર્થે આવનારા અરજદારો તેમજ કર્મચારીઓ માટે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ…

Read More

ખંભાળિયા નજીક ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ ચોરી કરી, વેચાણ કરતા પાંચ શખ્સો ઝડપાયા

– રૂ. 21.88 લાખનો મુદ્દામાલ કબજે – ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃતિઓ સંદર્ભે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ સલાયા મરીન પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.        જે દરમિયાન આજરોજ શનિવારે…

Read More

ખંભાળિયાના જાણીતા ડોક્ટર રાણીંગાની સુપુત્રી બોર્ડમાં શાળામાં અવ્વલ

ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા      ખંભાળિયાના જાણીતા ઓર્થોપેડિક સર્જન અને સેવાભાવી તબીબ ડો. નિસર્ગ રાણીંગાની સુપુત્રી ચિ. ખ્વાઈશ રાણીંગાએ તાજેતરમાં લેવામાં આવેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં 99 પી.આર. અને 94 ટકા સાથે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.       સાયન્સમાં 100 ગુણ અને મેથ્સમાં 99 ગુણ મેળવીને નોંધપાત્ર ટકાવારી સાથે અહીંની જાણીતી…

Read More

અયોધ્યાના સંત સતનારાયણદાસ ત્યાગીની વિશ્વ કલ્યાણ માટેની અનોખી દંડવત યાત્રા દ્વારકાધીશ સુધી પૂર્ણ

– હજારો કિલોમીટર પાર કરીને શ્રદ્ધા અને સંકલ્પનો વિરલ ઉદાહરણ – ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા        અયોધ્યાના વૈષ્ણવ રામનંદાચાર્ય સંપ્રદાયના પ્રતિષ્ઠિત સંત સતનારાયણદાસ ત્યાગીએ વિશ્વના કલ્યાણ માટે વર્ષ 2017 થી આરંભેલી તેમની અનોખી દંડવત યાત્રાનો એક મહત્વપૂર્ણ પડાવ પૂર્ણ કર્યો છે. દેશભરના વિવિધ પવિત્ર ધાર્મિક સ્થળોની યાત્રા કરતા તેઓ આજે દ્વારકાધીશના ચરણોમાં…

Read More