માતુશ્રી લીલાબાની નિર્વાણ તિથિ અને કાળભૈરવ દાદાના પાટોત્સવની વરલ ખાતે ભવ્ય ઉજવણી થશે : નારણદાસ બાપુના સાનિધ્યમાં બે દિવસીય ધાર્મિક મહોત્સવ અને મહાયજ્ઞનું આયોજન
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાના વરલ ખાતે સ્થિત કાળભૈરવ આશ્રમમાં માતુશ્રી લીલાબાની નિર્વાણ તિથિ અને કાળભૈરવ દાદાનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. નારણદાસ બાપુના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ આયોજિત આ મહોત્સવમાં ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેશે. આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે નારણદાસ બાપુ અને કાળભૈરવ આશ્રમ ટ્રસ્ટ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી રહી છે….
