Headlines

ભાવનગરના હાથબ ગામે ઘોઘા પોલીસે પાડી રેડ, વિદેશી દારૂના જથ્થા સાથે મુકેશભાઈ ઢાપા ઝડપાયો

ભાવનગરના હાથબ ગામે પોલીસે પાડી રેડ, વિદેશી દારૂના જથ્થા સાથે મુકેશભાઈ ઢાપા ઝડપાયો પાસ-પરમિટ વગરની રોયલ સ્ટેગની 42 બોટલ કબજે કરી ઘોઘા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભાવનગર જિલ્લામાં લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સામે સઘન અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફના…

Read More

ઘોઘા તાલુકાના રામપર પાટીયા પાસે ટ્રકની ટક્કરે મોટરસાઇકલ સવારનું મોત: અકસ્માત સર્જી ચાલક ફરાર

ઘોઘા સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પિતાનું મૃત્યુ નીપજતા પુત્રએ નોંધાવી પોલીસ ફરિયાદ, અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો દાખલ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રામપર પાટીયા પાસેથી પસાર થઈ રહેલા એક મોટરસાઇકલ સવાર ભરતભાઈ સોલંકી (રહે. રામપર ગામ) ને પૂરઝડપે અને બેફામ રીતે આવી રહેલા ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર…

Read More

ભાવનગરના ઘોઘા તાલુકાના વાવડી ગામે રાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 5 શખ્સો પોલીસના હાથે ઝડપાયા

પોલીસે દરોડો પાડીને 11,200 રૂપિયાની રોકડ અને ગંજીપત્તાના પાના જપ્ત કર્યા, તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામની સીમમાં અને શ્મશાન વિસ્તારમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ચોક્કસ હકીકત મળી હતી…

Read More

ભાવનગર લઠ્ઠાકાંડ: નકલી દારૂની મહેફિલ બની જીવલેણ, તંત્રની નિષ્ક્રિયતા અને બુટલેગરોની મીલીભગત સામે મોટા સવાલો

​વરતેજમાં બોટલિંગ અને ખરકડીની પાર્ટીએ છીનવ્યા નવ નિર્દોષના જીવ, ગુજરાતમાં દારૂબંધીના અમલ સામે પ્રજામાં વ્યાપેલો ભારે આક્રોશ ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ​ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સમયાંતરે બનતી લઠ્ઠાકાંડની ઘટનાઓ હવે એક કમનસીબ નિયમિત પ્રક્રિયા બની ગઈ છે. તાજેતરમાં ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડે ફરી એકવાર સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ ઘટનામાં અત્યાર સુધી નવ લોકોના…

Read More

પહેલી ધારની વાત – નારન બારૈયા: ગાંધીના ગુજરાતની અજબ-ગજબની કહાની: ‘ડ્રાય સ્ટેટ’માં વરતેજનો લઠ્ઠાકાંડ અને સવાલોની વણઝાર : શું કહે છે દારૂના એડવોકેટ હિતેશ ઠક્કર અને પત્રકાર જગદીશ મહેતા?

ગાંધીના ગુજરાતની અજબ-ગજબની કહાની: ‘ડ્રાય સ્ટેટ’માં વરતેજનું લઠ્ઠાકાંડ અને સવાલોની વણઝાર​લેખક: નારન બારૈયા​ગુજરાત, એટલે કે ગાંધીજીનું ગુજરાત. જ્યાં દારૂબંધી એક એવી પરંપરા છે જેનું પાલન કદાચ આપણા બંધારણના કાયદાઓ કરતા પણ વધુ ચુસ્તપણે થતું હોય તેવું દેખાડવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. પણ અસલિયત? અસલિયત એ છે કે જ્યારે પણ સમાચારમાં ‘લઠ્ઠાકાંડ’ શબ્દ ચમકે, ત્યારે સમજી…

Read More

ભાવનગરની સિટી ડેન્ટલ એન્ડ મેક્સિલોફેશિયલ હોસ્પિટલના સેવાના આઠ વર્ષ પૂર્ણ: ડો. હરેશ્વરી હરિયાણી અને પરિવારના માર્ગદર્શન હેઠળ દંતચિકિત્સા ક્ષેત્રે વિશ્વાસ, કાળજી અને સુંદર સ્મિતની સફર આગળ ધપાવી

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગરની દંતચિકિત્સા અને મેક્સિલોફેશિયલ સારવાર ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર સિટી ડેન્ટલ એન્ડ મેક્સિલોફેશિયલ હોસ્પિટલના આઠ વર્ષ પૂર્ણ થયા છે. 19 ઓગસ્ટ 2018થી દર્દીઓની સેવા સાથે શરૂ થયેલી આ હોસ્પિટલની આઠ વર્ષની સફર દરમિયાન વિશ્વાસ, કાળજી અને ગુણવત્તાયુક્ત સારવારને કેન્દ્રમાં રાખીને અસંખ્ય દર્દીઓના સ્મિતને વધુ સુંદર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો…

Read More

પત્રકાર, લેખક અને સામાજિક કાર્યકર કમલેશ બાલાશંકર ઓઝાનું ૮૨ વર્ષની વયે અવસાન

મહુવાના રાણાબાગથી શરૂ થયેલી જીવનયાત્રાએ પત્રકારત્વ, સાહિત્ય અને સામાજિક ચિંતનમાં ઊંડી છાપ છોડી; ૨૦ ઓગસ્ટે અમદાવાદના પાલડી ખાતે અંતિમ વિધિ ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ પત્રકાર, લેખક અને સામાજિક કાર્યકર કમલેશ બાલાશંકર ઓઝાનું ૮૨ વર્ષની વયે તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અવસાન થતાં પત્રકારત્વ, ગુજરાતી સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે શોકની લાગણી પ્રસરી છે. સંવેદનશીલ લેખન, સમાજવાદી…

Read More

અમેરિકામાં ભાવનગરના યુવાન સિદ્ધાર્થ શેઠનું સુનિલ ગાવસ્કરના હસ્તે સન્માન

​સીએટલ ખાતે ભારતીય કોન્સ્યુલેટ દ્વારા આયોજિત સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ ક્વિઝમાં મેળવી ભવ્ય સિદ્ધિ ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ​અમેરિકાના સીએટલ શહેરમાં ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સીએટલ સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું,…

Read More

ભાવનગરમાં સંત રોહિદાસજીની ૬૫૦મી જન્મજયંતી નિમિત્તે સામાજિક સમરસતા કળશયાત્રાનું ભવ્ય સ્વાગત

​શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને સામાજિક એકતા અને સદભાવનાનો સંદેશ ફેલાવશે કળશયાત્રા હરેશ પરમાર, ભાવનગર ​દેશ હાલમાં અમૃત કાળના ઉત્સવમય વાતાવરણમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે સંત શિરોમણી રોહિદાસજીની ૬૫૦મી જન્મજયંતીનું વર્ષ અત્યંત ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યું છે. આ પ્રસંગે સામાજિક સમરસતાના પ્રણેતા એવા સંત રોહિદાસજીના વિચારોને જન-જન સુધી પહોંચાડવા માટે સામાજિક સમરસતા સંકલ્પ અભિયાન ૨૦૨૬નું…

Read More

ભાવનગર રેલવે હોસ્પિટલમાં હાડકાંના રોગો માટે આરોગ્ય કેમ્પ યોજાયો

કર્મચારીઓ અને પરિવારજનો માટે નિષ્ણાત તબીબી પરામર્શ અને આરોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું શંભુ સિંહ ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ રેલવે હોસ્પિટલ ખાતે દિનેશ વર્માની પ્રેરણાથી 13 ઓગસ્ટ 2026ના રોજ રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે હાડકાંના રોગો અંગેના આરોગ્ય કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને હાડકાં…

Read More