શંભુ સિંહ, ભાવનગર દિવ્યાંગજનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકાર દ્વારા ખેડા, નડિયાદ ખાતે 11મી એપ્રિલ, 2025 થી 14મી એપ્રિલ, 2025 દરમિયાન દિવ્યાંગજનો માટે રાજ્ય કક્ષાના વિશેષ રમત-ગમત મહાકુંભ 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પેરા સિટીંગ વોલીબોલ સ્ટેટ લેવલ ચેમ્પિયનશીપમાં ભાવનગરના દિવ્યાંગ સારથી ચેરીટેબલ ટ્રસ્ટની “વોરિયર્સ ટીમ” એ ગુજરાતના વિવિધ જિલ્લાઓની ટીમોને હરાવી પ્રથમ સ્થાન […]
Category: SPORTS
શહેર ભાજપ આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કરચલિયા પરા વોર્ડની શહીદ ચંદ્રશેખર આઝાદ ઇલેવન વિજેતા
સરદારસિંહજી રાણાની જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ કાળિયાબીડ વોર્ડની સરદારસિંહજી રાણા ઇલેવન રનર્સઅપ બની હરેશ પરમાર, ભાવનગર ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં ‘શ્રદ્ધેય સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટની છેલ્લા બોલ સુધીની રસાકસી ભરી ફાઇનલમાં કરચલિયા પરા વોર્ડની શહીદ ચંદ્રશેખર આઝાદ ઇલેવન વિજેતા બની હતી. ૧૦ એપ્રિલ ના રોજ વિશ્વમાં પ્રથમ […]
ભુતિયા પ્રા શાળા ના વિદ્યાર્થીની નેશનલ કક્ષાએ હેન્ડબોલ ટીમમાં પસંદગી
“ઋત્વિકની સબ જુનિયર બોયઝ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ ગુજરાત ટીમમાં પસંદગી.” હરેશ જોષી, ભૂતિયા પાલીતાણા તાલુકાની ભૂતિયા ગામની પ્રાથમિક શાળા માં ધોરણ-8 માં અભ્યાસ કરતો સાધારણ ખેડૂત પરિવારના પુત્રે પોતાની મહેનત અને પ્રતિભાથી ભુતિયા ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું છે. હવે તે 39મી સબ જુનિયર બોયઝ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ ગુજરાત ટીમ( અંડર -15) માં ઓડિશાના કેઓન્ઝાર […]
દેવભૂમિના પોલીસ અધિકારીએ મેળવી વધુ એક સિદ્ધિ: ખેલ મહાકુંભની લોન ટેનિસ સ્પર્ધામાં મેળવ્યો રજત ચંદ્રક
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી અને રમતવીર કેતન પારેખએ ગાંધીનગર ખાતે યોજાઈ ગયેલી ખેલ મહાકુંભ સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવી, વધુ એક સિધ્ધિ હાંસલ કરી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગાંધીનગર સચિવાલય ખાતે ખેલ મહાકુંભ 3.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય […]
ભાવનગર શહેર ભાજપ દ્વારા ‘અટલ બિહારી બાજપાઈજી ક્રિકેટ’ ટુર્નામેન્ટનું આયોજન.
ટુર્નામેન્ટની સફળતા માટે વિવિધ ‘વ્યવસ્થા સમિતિઓ’ ની રચના કરવામાં આવી. આગામી ૬ એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના ૪૫ મા સ્થાપના દિવસના કાર્યક્રમો બાદ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં શહેર સંગઠન દ્વારા ‘અટલ બિહારી બાજપાઈ ટેનિસ ક્રિકેટ’ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રત્યેક વોર્ડની ટિમ, નગરસેવકોની ટિમ તેમજ તમામ સેલ મોરચાઓ તેમજ બોક્સ […]
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અપાતા પુરસ્કાર માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારો માટે યાદી
– મહિલાઓ દ્વારા 17 એપ્રિલ સુધીમાં અરજી કરી શકાશે જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા 2024-25 ના વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર 14,17,19 અને સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલા (ભાગ લીધેલા) મહિલા ખેલાડીઓ “મહિલા રોકડ […]
ભારતીય સંદર્ભમાં ગુજરાત ફૂટબોલ- પરિમલ નથવાણી
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) ભારતમાં ફૂટબોલ પશ્વિમ બંગાળ, કેરળ, ગોવા અને પૂર્વોત્તર રાજ્યોમાં અત્યંત લોકપ્રિય છે. ત્યાં તે ખેલકૂદ સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. પરંતુ ગુજરાત, જેમાં મજબૂત રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની આવડત અને આર્થિક શક્તિ છે, તે હજુ સુધી રાષ્ટ્રીય ફૂટબોલ પરિદૃશ્યમાં એક મહત્વનું સ્થાન મેળવી શક્યું નથી. ત્યારે […]
સૌરાષ્ટ્ર ઝોન કક્ષા ક્રિકેટ ટુર્નામેન્ટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષક સંઘની ટીમનો વિજય
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સોમનાથ મુકામે કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ એમ 9 જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મુકાબલો […]
શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આગામી તા.૨૨,૨૩ ફેબ્રુઆરીનાં રોજ ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન નું આયોજન
પોરબંદર 14/02/2025: શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આગામી તા.૨૨,૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ નાં રોજ ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન નું આયોજન કરેલ છે.ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન તા.૨૨/૨/૨૦૨૫ ને શનિવાર નાં રોજ સવારે ૭-૦૦ કલાકે ૧ કી.મી.ની સ્પર્ધા અલગ અલગ વય જૂથ જેમાં ૬ થી ૧૪, ૧૪ થી ૪૦, ૪૦ થી ૬૦ અને ૬૦ […]
