Headlines

ખંભાળિયાના આહિર સિંહણ ગામે મંગળવારે શ્રી જખ્ખ ડાડાની પહેડી મહોત્સવ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬     ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે બિરાજમાન ક્ષત્રિય સંઘાર સમાજનાં ઈષ્ટ દેવ શ્રી સંઘાયડા વારા જખ્ખડાડાની પહેડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.       દર વર્ષેની જેમ આ વર્ષે પણ શ્રી ક્ષત્રિય સંઘાર સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ આયોજનમાં મંગળવાર તા.3 ના રોજ સવારે 10 વાગ્યે ધ્વજારોહણ, સાંજે…

Read More

બેટ દ્વારકાધીશ મંદિર ખાતે 465 વર્ષથી દોલોત્સવની અવિરત પરંપરા

– રાજાધિરાજ દ્વારકાધીશજીને અર્પણ થશે વિશેષ ફગવા ભોગ – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬     બેટ દ્વારકાના પવિત્ર ધામ ખાતે ફાગણ મહિનાના પાવન તહેવારો હોળી અને ફૂલડોલ નિમિત્તે દોલોત્સવની ભવ્ય અને પારંપરિક ઉજવણી યોજાનાર છે. બેટ દ્વારકાધીશ જગતમંદિરમાં આ ઉત્સવને “દોલોત્સવ” તરીકે ઓળખવામાં આવે છે અને આ પરંપરા છેલ્લા 465 વર્ષથી અવિરત રીતે નિભાવવામાં આવી…

Read More

દ્વારકાધીશ મંદિરમાં ગુલાલની છોળો સાથે ધર્મમય માહોલ

– ભાવિકોમાં ફુલડોલનો ઉત્સાહ ચરમસીમાએ – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬         યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. ત્યારે દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપનથી આજપર્યંત ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શ્રુંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકોની…

Read More

ખંભાળિયા પંથકમાં ફૂલોનું મબલક ઉત્પાદન: ભાવમાં કડાકો બોલી જતાં ધરતીપુત્રોને વ્યાપક નુકસાની

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬        ખંભાળિયા તાલુકાના અનેક વિસ્તારોમાં ખેડૂતો હાલ વિવિધ પ્રકારના ફૂલની ખેતી કરે છે. ગુલાબ, ડોલર, વિગેરે જેવા પરંપરાગત ફૂલોની ખેતી અહીં કરવામાં આવે છે. ત્યારે થોડા સમય પૂર્વે શિયાળા ના પ્રારંભે ફૂલોના ભાવની વધતી જતી બજાર વચ્ચે પ્રતિકૂળ હવામાનના કારણે ખેડૂતોને પૂરતી આવક થઈ શકી ન હતી.    …

Read More

ખંભાળિયામાં આવતીકાલે ડાયાબિટીસ અને બીપીનો કેમ્પ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬       ખંભાળિયાની સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે આવતીકાલે રવિવાર તારીખ 1 માર્ચના રોજ અહીંના જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દાતાઓના સહયોગથી સવારે 9 થી 11 વાગ્યા સુધી નિઃશુલ્ક નિદાન, સારવાર અને દવા વિતરણ કરવામાં આવનાર છે. જેનો લાભ લેવા ખંભાળિયા…

Read More

ખંભાળિયામાં આવતીકાલે ત્રણ કલાકનો વીજકાપ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬        ખંભાળિયાના રામનાથ સોસાયટી રોડ પર નગરપાલિકા દ્વારા નડતરરૂપ વીજલાઈન અંગેની કરવામાં આવનાર કામગીરીને અનુલક્ષીને આવતીકાલે રવિવાર તા. 1 માર્ચના રોજ રામનાથ સોસાયટી, મહાદેવ વાડો અને ઘી ડેમ વિસ્તારમાં સવારે 8 થી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેનાર હોવાનું વીજ સૂત્રોની એક યાદીમાં જણાવ્યું છે. 

Read More

ખંભાળિયા પીજીવીસીએલ સ્ટાફની સેવા પ્રવૃત્તિ: પદયાત્રીઓને આઈસ્ક્રીમ, ચોકલેટનું વિતરણ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬       ખંભાળિયા પીજીવીસીએલના રામનગર સબ ડિવિઝનના સેવાભાવી અધિકારીઓ, કર્મચારીઓએ નવતર અભિગમ અપનાવીને દ્વારકા જતા યાત્રિકોને સેવાઓ આપી હતી.       હાલ હોળી-ધુળેટીના પર્વને અનુલક્ષીને યાત્રાધામ દ્વારકા ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાલીને જઈ રહ્યા છે. ત્યારે આ પદયાત્રીઓને ટાઢક થાય તે હેતુથી રામનગર સબ ડિવિઝનના સ્ટાફ દ્વારા આઈસ્ક્રીમ અને…

Read More

હોળી પર્વને અનુલક્ષીને રાજકોટથી દ્વારકા અને ઓખા માટે દોડાવવામાં આવશે ખાસ ટ્રેનો

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬       યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે હોળી પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં જતા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા રાજકોટથી દ્વારકા અને ઓખા માટે વિશેષ ભાડા પર અનારક્ષિત હોળી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. જેની વિગતમાં ટ્રેન નં. ૦૯૫૩૩/૦૯૫૩૪ રાજકોટ-દ્વારકા અનારક્ષિત…

Read More

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધની આહટ: ઈઝરાયેલનો તેહરાન પર ભીષણ હુમલો, જવાબમાં ઈરાને અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર 400 મિસાઈલો છોડી

​અમેરિકા અને ઈઝરાયેલનું સંયુક્ત અભિયાન ‘લિઓન્સ રોર’: કતાર, કુવૈત અને સાઉદી સહિત 7 દેશોમાં આવેલા અમેરિકી બેઝને ઈરાને બનાવ્યા નિશાન ​તેહરાન/વોશિંગ્ટન: ​મધ્ય પૂર્વમાં તણાવ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈઝરાયેલ અને અમેરિકાએ મળીને ઈરાન વિરુદ્ધ એક મોટા સૈન્ય અભિયાનની શરૂઆત કરી દીધી છે. ભારતીય સમય અનુસાર શનિવારે વહેલી સવારે ઈઝરાયેલ દ્વારા ઈરાનની રાજધાની તેહરાન સહિત…

Read More

હાથબ ગ્રામ પંચાયતનો વીસીઇ દીપક બારૈયા મેરેજ સર્ટિફિકેટ માટે 7,000 પૈસાની લાંચ લેતા ઝડપાયો

​ ભાવનગર: મેરેજ સર્ટિફિકેટ માટે 70 રૂપિયાની લાંચ લેતા હાથબ ગ્રામ પંચાયતનો VCE રંગેહાથ ઝડપાયો ​એસીબી (ACB) એ છટકું ગોઠવી દીપક બારૈયાને દબોચી લીધો: ભ્રષ્ટાચારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહીનો સંકેત ​ભાવનગર: ​ગુજરાતમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સતત સક્રિય ભૂમિકા ભજવી રહી છે. તાજેતરમાં ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાંથી લાંચ લેવાનો એક ચોંકાવનારો…

Read More