Headlines

દ્વારકામાં ગુરુવારથી શરૂ થનારા 11 દિવસીય 108 કુંડી મહા વિષ્ણુયાગ યજ્ઞની ચાલતી તડામાર તૈયારીઓ

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫       તીર્થભૂમિ દ્વારકાના મોરબી હાઉસ ગ્રાઉન્ડ ખાતે આગામી ગુરૂવાર તા. 27 થી તા. 6 એપ્રિલ દરમિયાન વીર શહીદોની સ્મૃતિમાં 11 દિવસીય 108 કુંડ મહા વિષ્ણુયાગ યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું છે. જેની તડામાર તૈયારીઓ હાલમાં જોરશોરથી ચાલી રહી છે.           આ અંગે પ્રખ્યાત સંત બાલક યોગેશ્વર…

Read More

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને ચિત્રકારોએ કેનવાસ પર કંડાર્યા

કુંજન રાડિયા, જામનગર, તા. ૨૪-૦૩-૨૦૨૫         ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના હેઠળની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજય કલા સ્પર્ધામાં ચિત્રકામ વિભાગમાં વિજેતા થયેલ કલાકારોના ચિત્રોનું શહેરના ટાઉન હોલ ખાતે પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.તા. 22 અને 23 માર્ચના બે દિવસ યોજાયેલા આ પ્રદર્શનનો બહોળી સંખ્યામાં જામનગરવાસીઓએ લાભ…

Read More

વૈશ્વિક ઉત્સર્જનોમાં અસંતુલન હોવા છતાં ક્લાઈમેટ એક્શન માટે ભારતની વધતી જતી પ્રતિબદ્ધતા: પરિમલ નથવાણી

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)        વિશ્વમાં વધતા જતા ઉષ્ણતામાનની સમસ્યા આજે સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ચિંતાઓમાંની એક છે, જેના માટે મુખ્યત્વે વિકસિત દેશો દ્વારા વધતાં જતાં ઉત્સર્જનો કારણભૂત છે. ભારત વિશ્વની 17 ટકા કરતાં વધુ જનસંખ્યા ધરાવે છે, અને તેમ છતાં વૈશ્વિક ગરમી વિરુદ્ધની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, ઐતિહાસિક…

Read More

ભાણવડમાં યુવાનની હત્યાના પ્રયાસ કરનારા શખ્સને દબોચી લેવાયો

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫       ભાણવડમાં પંચવટી વિસ્તારમાં રહેતા ધવલભાઈ નાજાભાઈ વીંઝવા નામના 30 વર્ષના યુવાન સાથે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી કરી અને તેમના પર છરી વડે હુમલો થયાનો બનાવ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો.         આ પ્રકરણમાં આરોપી એવા મોટા કાલાવડ ગામના રહીશ હાર્દિક વેજાણંદભાઈ કનારા નામના…

Read More

બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબી પોલીસ ત્રાટકી: આરોપી ઝબ્બે

કુંજન રાડિયા, ભાણવડ, તા. ૨૪-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આવેલા બરડા ડુંગર ખાતે અવાર-નવાર બુટલેગરો દ્વારા ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આજરોજ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાની ટીમ દ્વારા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર દરોડાની કાર્યવાહી, લવર મુંછિયા શખ્સને દબોચી લીધો હતો.      …

Read More

સ્નેહપૂર્વક: સ્નેહા દૂધરેજીયા : અંતરના આશીર્વાદથી ભરેલું અનેરી યાદોથી મહેકેલું “ગોદડું “

Sneha Dudhrejiyaનાનપણમાં આપણી માતા જે સાડી ના પાલવ થી આપણને તડકાથી ઢાંકીને રાખ્યા હતા. પોતે આખો દિવસ કામ કરીને થાકી ગયા પછી જે પાલવ વડે પોતાનું કપાળ લુછતાં અને વાપરવા માટે જે પાલવડે બાંધેલો સીકો કે નોટ આપતાં હું વાત કરુ છું એજ સાડીમાંથી બનાવેલા ગોદડા ની. દરેક ના ઘરમાં દાદીમાં કે નાનીમાં એ બનાવેલા…

Read More

માધવપુરના મેળા સાથે દ્વારકામાં 10 એપ્રિલે શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરાશે

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫        ભારતના ઉત્તર – પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા. 6 એપ્રિલથી તા. 10 એપ્રિલ સુધી યોજાશે. આ કાર્યક્રમના અનુસંધાને ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર આર.એમ. તન્નાના અધ્યક્ષ સ્થાને ખાસ બેઠક યોજાઈ હતી.      …

Read More

ખંભાળિયા, ભાણવડમાં પી.આઈ., પી.એસ.આઈ.ની બદલીઓ બી.જે. સરવૈયાને પુનઃ ખંભાળિયા મુકાયા

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આજરોજ ખંભાળિયા તેમજ ભાણવડ વિસ્તારના પોલીસ અધિકારીઓની બદલીઓના ઓર્ડરો કર્યા છે. જેમાં ખંભાળિયાના પોલીસ મથકના તત્કાલીન પી.આઈ. બી.જે. સરવૈયાને લિવ રિઝર્વમાંથી પુનઃ ખંભાળિયા પોલીસ મથકની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે લીવ રિઝર્વમાં રહેલા અન્ય એક અધિકારી કે.બી. રાજવીને ભાણવડ પોલીસ…

Read More

બેટ દ્વારકામાં રીક્ષા ચાલકની બેદરકારીથી અકસ્માત: ખેડાના ઘોઘાવાડાના શ્રદ્ધાળુ મહિલાનું અપમૃત્યુ

       કુંજન રાડિયા, બેટ દ્વારકા ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ઘોઘાવાડા ગામના રહીશ ચંદ્રિકાબેન ભગુભાઈ ઈશ્વરભાઈ પટેલ નામના 65 વર્ષના મહિલા તાજેતરમાં દ્વારકા તેમજ બેટ દ્વારકા વિસ્તારમાં દર્શનાર્થે આવ્યા હતા. તે દરમિયાન ગત તારીખ 8 માર્ચના રોજ તેઓ બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા હનુમાન દાંડી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. ત્યારે માર્ગમાં જી.જે. 37…

Read More

મીઠાપુરના સોની પ્રૌઢ પાસેથી તોતિંગ વ્યાજ વસૂલી, ધમકી આપતા બે શખ્સો સામે ફરિયાદ

કુંજન રાડિયા, મીઠાપુર         ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં આવેલી ટાટા ટાઉનશીપ ખાતે રહેતા નરેશભાઈ હિંમતલાલ બાડમેરા નામના 59 વર્ષના સોની આધેડને પોતાની પુત્રીના અભ્યાસ માટે પૈસાની જરૂરત હોવાથી આરંભડા વિસ્તારમાં રહેતા જયવીરસિંહ દીપસિંહ વાઢેર અને દીપસિંહ વાઢેર પાસેથી ટુકડે ટુકડે રૂપિયા સાડા સાત લાખની રકમ ત્રણ ટકાના વ્યાજદરથી લીધી હતી. જેની સામે…

Read More