ખંભાળિયામાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ: ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાંગી નીકળી
જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૬ દેવાધિદેવ મહાદેવના મહાપર્વ એવા મહાશિવરાત્રીની આજરોજ ખંભાળિયા પંથકમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ શિવ મંદિરોમાં પૂજન-અર્ચન તેમજ શહેરમાં પરંપરાગત ખામનાથ મહાદેવની શોભાયાત્રા (વરણાંગી) નીકળી હતી. મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આજે રવિવારે ખંભાળિયા તથા આસપાસના વિસ્તારોમાં આવેલા નાના-મોટા તમામ મંદિરોમાં વિવિધ અનેકવિધ…
