Headlines

પાલીતાણાના અનીડા મુકામે જીતુબાપુ ગોંડલીયાના વ્યાસાસને રામકથા યોજાશે

હરેશ જોષી, અનીડા આગામી તારીખ 06/4/2025 રામ નવમીના પાવન દિવસે શ્રી રામચરિત માનસ (રામકથા) નો પાલીતાણા ના શેત્રુજીડેમ પાસે આવેલ અનીડા ગામ ખાતે પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં કથા નો સમય સવાર ના ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ ના રહેશે કથા તારીખ 06/04/2025 થી 14/4/2025 સુધી રહેશે કથાના વ્યાસાસને શ્રી જીતુબાપુ…

Read More

હર્ષદપુરમાં ” મૂળુભાઇ બેરા ષષ્ટિપૂર્તિ વન-ઉત્સવ” : 60 હજાર વૃક્ષોના મહાઅભિયાનનો પ્રારંભ

– કેબિનેટ મંત્રી મુળુભાઈએ વૃક્ષારોપણ કરીને પોતાના જન્મદિવસની કરી ઉજવણી – Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫       ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના 60 મા જન્મદિવસ નિમિતે “ષષ્ટિપૂર્તિ વન-ઉત્સવ”ના વિશિષ્ટ હરણફાળ અભિયાનનો પ્રારંભ ખંભાળિયાના હર્ષદપુર ખાતે કરવામાં આવ્યો હતો.           મંત્રી મુળુભાઈએ રવિવારે પોતાના જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ…

Read More

સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ગૌશાળાનાં લાભાર્થે ભાગવત કથા

સમાચાર યાદીવિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને થયેલ આયોજન મૂકેશ પંડિત, જાળિયા સોમવાર તા.૨૪-૩-૨૦૨૫ શ્રી સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ગૌશાળાનાં લાભાર્થે આગામી સપ્તાહે ભાગવત કથા લાભ મળશે. શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આયોજન કરવામાં આવ્યું છે. મહુવા પાસેનાં કોટિયામાં શ્રી સદ્દગુરુ સેવા આશ્રમમાં શ્રી કોટેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં મહંત શ્રી મગનગિરીબાપુનાં નેતૃત્વમાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને…

Read More

રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ઋષિકેશમાં ભાગવત સપ્તાહ પ્રારંભ

બાબા કાલી કમલીવાળા વાનપ્રસ્થાશ્રમાં કથા લાભ લેતાં ભાવિકો મૂકેશ પંડિત, ઋષિકેશ રવિવાર તા.૨૩-૩-૨૦૨૫ શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને તીર્થસ્થાન ઋષિકેશમાં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રારંભ થયો છે. ગંગાતટ પર તીર્થસ્થાન ઋષિકેશમાં બાબા કાલી કમલીવાલા વાનપ્રસ્થાશ્રમમાં શુક્રવારથી શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે, જેનો લાભ ભાવિકો લઈ રહ્યાં છે. સપ્તાહ પ્રારંભે ભાવિક શ્રોતાઓ ભક્તિભાવ…

Read More

બાવળિયાળી ઠાકરધામમાં યોજાયેલ ધર્મોત્સવમાં ભજન સંતવાણી કાર્યક્રમમાં પડી મોજ

મહંત રામબાપુનાં સાનિધ્યમાં કલાકારો દ્વારા સુંદર પ્રસ્તુતિ બાવળિયાળી, રવિવાર તા.૨૩-૩-૨૦૨૫( મૂકેશ પંડિત ) સંત શ્રી નગાલાખા બાપા ઠાકર મંદિરમાં યોજાયેલ ધર્મોત્સવમાં ભજન સંતવાણી કાર્યક્રમમાં મોજ પડી ગઈ. ઠાકરધામમાં મહંત શ્રી રામબાપુનાં સાનિધ્યમાં કલાકારો દ્વારા સુંદર પ્રસ્તુતિ થઈ. બાવળિયાળીમાં ભરવાડ સમાજનાં વિશેષ તીર્થસ્થાન સંત શ્રી નગાલાખા બાપા મંદિરમાં તમામ વર્ગ જ્ઞાતિનાં શ્રધ્ધાળુઓ માટે દર્શન સાથે ભજન,…

Read More

અડતાળા ગામે ચકલી માળા વિતરણ

મૂકેશ પંડિત અડતાળા રવિવાર તા.૨૩-૩-૨૦૨૫ ગઢડા પાસેનાં અડતાળા ગામે વિશ્વ ચકલી દિવસ સંદર્ભે ચકલી માળા વિતરણ થયું. ઉગામેડીનાં ઉદ્યોગપતિ દાતા શ્રી લાલજીભાઈ પટેલનાં સહયોગ સાથે શાળામાં વિધાર્થીઓને ચકલી માળા વિતરણ થતું. પર્યાવરણ કાર્યકર્તા શ્રી રમેશભાઈ પટેલનાં સંકલન સાથે આચાર્ય શ્રી ચંદ્રસિંહ તુવર, શ્રી બાબુભાઈ સુડજા, શ્રી પરેશભાઈ ધનવાણિયા અને શાળા પરિવાર જોડાયેલ.

Read More

બજાણાની તરુણીનું ઝેરી દવાની અસરથી મૃત્યુ

       ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતી ભાવિશાબેન રમેશભાઈ અપારનાથી નામની 16 વર્ષની બાવાજી તરુણીને ગત તારીખ 11 માર્ચના રોજ પોતાના રહેણાંક મકાનમાં ઝેરી જંતુનાશક દવાના છંટકાવ તેણીને મોઢામાં દવા ઉડતા ઝેરી દવાની વિપરીત અસર વચ્ચે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા…

Read More

જન્મદિન શુભેચ્છા : દેવભૂમિ દ્વારકાના જાણીતા કથાકાર જીતેશભાઈ શાસ્ત્રીનો આજે જન્મદિવસ

       જામ ખંભાળિયાના વતની અને હાલ સુરત નિવાસી સુપ્રસિદ્ધ કથાકાર શ્રી જીતેશભાઈ શુક્લ (પૂ.શાસ્ત્રીજી) નો આજે જન્મદિવસ છે.      પૂ. શાસ્ત્રીજી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી અખિલ ભારતીય જેવી અનેક સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવી, સંસ્કૃતની ઉચ્ચતમ પદવી પ્રાપ્ત કરી, વર્તમાન સમયમાં શ્રીમદ ભાગવત અને દેવી ભાગવત આદિ પુરાણોની કથાઓના માધ્યમથી દુબઈ, આફ્રિકા, નૈરોબી, કેન્યા…

Read More

ઠાકરધામ બાવળિયાળી ધર્મોત્સવ પ્રસંગે ચાંદી વડે મહંત રામબાપુની થઈ તુલાવિધિ

દાતાઓનાં સંકલ્પ સાથે ૮૭ કિલો ચાંદી થઈ અર્પણ બાવળિયાળી, શનિવાર તા.૨૨-૩-૨૦૨૫(મૂકેશ પંડિત ) ઠાકરધામ બાવળિયાળીમાં યોજાયેલ ધર્મોત્સવ પ્રસંગે ચાંદી વડે મહંત શ્રી રામબાપુની તુલાવિધિ થઈ છે. દાતાઓનાં સંકલ્પ સાથે ૮૭ કિલો ચાંદી અર્પણ થઈ છે. સંત શ્રી નગા લાખા બાપાનાં ઠાકર મંદિર બાવળિયાળીમાં યોજાયેલ ધર્મોત્સવ દરમિયાન ભરવાડ સમાજ દાતા અગ્રણીઓ દ્વારા મહંત મહામંડલેશ્વર શ્રી રામબાપુની…

Read More

સંપ્રદાયો એ સનાતન પ્રવાહમાંથી બનેલાં સરોવરો છે, સનાતનનાં મૂળ રહેશે બાકી વીરડા સુકાઈ જશે – ભાઈ શ્રી રમેશ ઓઝા

બાવળિયાળીમાં ભાગવત કથા પૂર્ણાહુતિ સાથે વ્યાસપીઠની ૧૧ લાખ વૃક્ષો વાવવાની ટહેલનો શ્રી રામબાપુ દ્વારા સ્વીકાર બાવળિયાળી, શનિવાર તા.૨૨-૩-૨૦૨૫( મૂકેશ પંડિત ) ભરવાડ સમાજ દ્વારા ધર્મ અને સંસ્કૃતિનાં જતન માટે બાવળિયાળીમાં યોજાયેલ ભાગવત કથા પૂર્ણાહુતિ સાથે વ્યાસપીઠની ૧૧ લાખ વૃક્ષો વાવવાની ટહેલનો શ્રી રામબાપુ દ્વારા સહર્ષ સ્વીકાર થયો. કથા વિરામ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ કહ્યું…

Read More