Headlines

અકળ કારણસર ઓખાના યુવાને આપઘાત કર્યો


જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬

      ઓખાના નવી બજાર વિસ્તારમાં રહેતા યોગરાજભા બાવાભા માણેક (નાયાણી) નામના 29 વર્ષના યુવાને ગઈકાલે બુધવારે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર પંખાના હુકમાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ હાડાભા વજાભા માણેકએ સ્થાનિક પોલીસને કરી છે. 

_____________________________________________________________________________

આરોપીના વકીલ ન હોવા છતાં કોર્ટમાં ખોટી રજૂઆત કરતા દ્વારકાના યુવાન સામે ફરિયાદ

     દ્વારકામાં આવેલી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હિરેનભાઈ હિતેશભાઈ પીંડારિયા (ઉ.વ. 38) એ દ્વારકાના રહીશ એમ.બી. જાદવ નામના શખ્સ સામે સ્થાનિક પોલીસ મથકમાં કોર્ટને ગેરમાર્ગે દોરવા સબબની ફરિયાદ નોંધાવી છે.

       આ પોલીસ ફરિયાદમાં ઇન્ચાર્જ રજીસ્ટ્રાર હિરેનભાઈ પિંડારિયાએ જણાવ્યા મુજબ આરોપી એમ.બી. જાદવએ ખૂન જેવા ગંભીર ગુનાના કેસમાં આરોપીઓના વકીલ ન હોવા છતાં આરોપીના વકીલ છે તેવી ખોટી જાહેરાત કરી, આ કેસનું ન્યાયિક કાર્યવાહીમાં હાજર રહી, ભાગ લીધો હતો. આ રીતે કોર્ટમાં ખોટું બોલીને કોર્ટને ગેરમાર્ગે દોરી, ખોટી રજૂઆત કરવામાં આવી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

      આ પ્રકરણ સંદર્ભે પોલીસે બીએનએસની કલમ 242 અને 319 તથા એડવોકેટ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

_____________________________________________________________________________

સલાયામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

      સલાયાથી આશરે બે કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં ગત સાંજે સ્થાનિક પી.આઈ. જે.એમ. ચાવડાની સૂચના મુજબ પોલીસ સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ પીઠાભાઈ જોગલ, સિદ્ધાર્થભાઈ સોલંકી અને વિપુલભાઈ એસ. ડાંગરને મળેલી બાતમીના આધારે એક શાળા પાસે બેસીને ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા ઉમર હનીફ સુંભણીયા, આસિફ સિદ્દીક સંધિ અને બીલાલ જાકુબ ભાયા નામના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂ. 10,510 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.

_____________________________________________________________________________– સલાયા જુગાર વાળી મેટરના આરોપીઓના ફોટા આ સાથે સામેલ છે. 

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *