
હરેશ જોષી, ખંભાત
ખંભાત તાલુકાની બ્રાન્ચ 11 પ્રા .શાળામાં એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ કરવામાં આવ્યો
ખંભાત તાલુકાની બ્રાન્ચ 11 પ્રાથમિક શાળામાં ફીમેલ હેલ્થ વર્કર ની ટીમ દ્વારા ધોરણ 5 થી 8 ની કન્યાઓ માટે એડોલેશન એજ્યુકેશન કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં ભુમિકાબેન ગોસ્વામી,દિપીકાબેન બારૈયા,જાગૃતિબેન ,હીનાબેન પરમાર ( એફ.એચ .ડબ્લ્યુ.)દ્વારા દીકરીઓ ને માહિતગાર કરવામાં આવ્યા….શાળાના આચાર્ય જગદીશસિંહ ઝાલા એ શાળા વતી સમગ્ર ટીમ નો આભાર વ્યક્ત કર્યો..