Headlines

ખંભાળિયાના જિલ્લા વિકાસ અધિકારીને નિવૃત્તિ વિદાયમાન અપાયું


જામ ખંભાળિયા, તા. ૦૩-૦૬-૨૦૨૬

     દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે જિલ્લા સેવા સદનમાં નવેમ્બર 2024 થી જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી, ગત તારીખ 31 માર્ચ 2026 ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા ડીડીઓ એ.બી. પાંડોરને અહીંની કચેરીમાં નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું.

         આ પ્રસંગે અહીંના તત્કાલીન વિસ્તરણ અધિકારી પી.ટી. સામાણી તેમજ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓએ તેમને પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી, તેમનું નિવૃત્તિમય જીવન નિરોગી અને સુખરૂપ બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

      આ પ્રસંગે તેમના ફરજકાળ દરમિયાન તેમની નિષ્ઠા તેમજ લોકોના પ્રશ્નો અંગે હંમેશા જાગૃત રહેવા સાથે કર્મચારીઓને પણ તેઓ માર્ગદર્શનરૂપ બન્યા હતા તેવા પ્રતિભાવો વ્યક્ત કરવામાં આવ્યા હતા. આ સાથે જિલ્લામાં આવા કર્તવ્ય નિષ્ઠ અધિકારીની હંમેશા ઉણપ રહેશે તેમ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત કર્મચારીઓએ જણાવ્યું હતું.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *