Headlines

દ્વારકા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો


– રૂ. 3.46 લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ ઝબ્બે –

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૬

       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલ.સી.બી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. એન.એચ. જોશી તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન દ્વારકા નજીક આવેલી ખોડીયાર ચેક પોસ્ટ પાસેથી રાત્રિના આશરે 11:30 વાગ્યાના સમયે પસાર થતી જી.જે. 37 ટી. 6936 નંબરની એક સ્વિફ્ટ ડિઝાયર મોટરકારમાં પોલીસે ચેકીંગ કરતા આ મોટરકારમાં ચાર શખ્સો બેઠા હતા.

       અહીં પોલીસની વધુ તપાસમાં ઉપરોક્ત મોટરકારમાં છુપાવીને લઈ જવાથી વિદેશી દારૂની 180 મી.લી.ના 260 નંગ ચપટા મળી આવ્યા હતા. આથી પોલીસે રૂપિયા 26,000 ની કિંમતના વિદેશી દારૂ, રૂ. 3 લાખની કિંમતની સ્વિફ્ટ ડિઝાયર મોટરકાર અને રૂપિયા 20,000 ની કિંમતના ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂ. 3,43,000 ના મુદ્દામાલ સાથે મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતો ધવલ અશોક અરીલા, ગોપાલ ધના ભગાડ, કાનાભા રવાભા કેર અને શિવુભા બળુભા પરમાર નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

       દારૂનો આ જથ્થો તેણે લાલપુર તાલુકાના જોગવડ ગામના ખીમભાઈ ગઢવી નામના શખ્સ પાસેથી ભાગીદારીમાં છૂટક વેચવા માટે મંગાવ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે પોલીસે દ્વારકા પોલીસે પ્રોહિ. એક્ટ મુજબ ગુનો, નોંધી આગળની તપાસ હાથ કરી છે.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *