Headlines

ખંભાળિયાના વોર્ડ નં. 1 માં ગટરનો સળગતો પ્રશ્ન હલ કરવા જાગૃત સદસ્યની જહેમત


– જે.સી.બી. જેવા સાધનોથી વોંકળાને ચોખ્ખો કરાવાયો –

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬

      ખંભાળિયા શહેરમાં મિલન ચાર રસ્તા નજીકથી રેલવે ફાટક સુધીના માર્ગમાં આવેલી એક જૂની અને વિશાળ ગટર કે જે ચોમાસાના સમયમાં સ્થાનિકો માટે શિરદર્દ સમાન હતી, આ ગટરને ચોખ્ખી કરાવવા વોર્ડ નં 1 ના જાગૃત અપક્ષ સદસ્ય દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.

      ખંભાળિયા શહેરના મિલન ચાર રસ્તામાં વિસ્તારમાં આવેલી વિઠલાણી હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલી વાંકડા જેવી વિશાળ ગટર કે જે અહીંના સલાયા રેલવે ફાટક સુધી જાય છે, આ ગટરના કારણે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સ્થાનિકો માટે માથાના દુખાવા રૂપ બની રહી હતી. આ અંગેની જાણ ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નં. 1 ના જાગૃત અપક્ષ સદસ્ય એવા ઉદયભાઈ ગઢવીને થતા તેમણે આજરોજ નગરપાલિકા કચેરીમાં જાણ કરતા નગરપાલિકાના જેસીબી સહિતના સાધનોની મદદથી આ ગટરને ચોખ્ખી કરાવી, ગટરના આ પ્રશ્નનું નિરાકરણ આવે તે માટે આ સ્થળે ગંદકી તથા કચરાના નિકાલ સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

       આ કાયમી પ્રશ્નનું નિરાકરણ આવતા સ્થાનિક રહીશોએ રાહતની લાગણી વ્યક્ત કરી હતી.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *