જામ ખંભાળિયા, તા. ૦૬-૦૫-૨૦૨૬
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલના ઉપક્રમે મૂળ સલાયાના સદ ગૃહસ્થ સ્વ. શાન્તાબેન વિઠ્ઠલદાસ નારણદાસ બદીયાણી (હાલ કિસુમું – કેન્યા) ના આર્થિક સહયોગથી આગામી રવિવાર તા. 10 ના રોજ અહીંના લોહાણા વિધાર્થી ભવન ખાતે સવારે 9 થી 11 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં વીરનગરની શિવાનંદ મિશન હોસ્પિટલની ટીમ દ્વારા દર્દીઓને તપાસી સારવાર તેમજ દવા આપવામાં આવશે. ઓપરેશનની જરૂર જણાયેલ દર્દીઓને ઓપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પના ઉદઘાટન પ્રસંગે ગુર્જર સુથાર જ્ઞાતિના પ્રમુખ મુકેશભાઈ ડી. સુરેલીયા ઉપસ્થિત રહેશે. આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના લોકોને માનવ સેવા સમિતિના પ્રમુખ મનુભાઈ પાબારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
