જામ ખંભાળિયા, તા. ૧૦-૦૬-૨૦૨૬
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા શ્રી જલારામ સત્સંગ મંડળ ટ્રસ્ટ (અન્નક્ષેત્ર) ના ઉપક્રમે આગામી રવિવાર તા.૧૪ ના રોજ સાંજે ૪:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી વિના મૂલ્યે આયુર્વેદિક સર્વરોગ નિદાન, સારવાર તથા દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ઔષધી વેલનેસ પ્રા.લી. રાવકી (તા.લોધિકા) ના સંપૂર્ણ સહયોગથી યોજવામાં આવેલા આ કેમ્પમાં ગેસ, એસીડીટી, નાડીપરિક્ષણ નિષ્ણાત ડો. હેત મશરૂ, કમર, સાંધા,ઘૂંટણના દુખાવાના નિષ્ણાત ડૉ.પૂજા થાનકી, સ્ત્રીરોગ આયુર્વેદિક સારવાર નિષ્ણાંત ડૉ. પ્રિયંકા દુધાગર તેમજ ખીલ, એલર્જી, ચામડીના રોગોના નિષ્ણાત ડો.મિહિર ઠાકોર તથા હરસ, મસા, ગુદા રોગના નિષ્ણાત ડો. નીરવ ત્રિવેદી, તેમજ કસરતના નિષ્ણાત ફિઝિયોથેરાપીસ્ટ ડો.પૂજા ભટ્ટ દ્વારા દર્દીઓને તપાસી માર્ગદર્શન, સારવાર તથા દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.
ખંભાળિયા શહેર તથા આજુબાજુના વિસ્તારની જનતાને આ કેમ્પનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ ભાવેશ વિઠલાણી (મો. ૯૮૨૫૯૩૦૦૩૩ ), પૂર્વ પ્રમુખ ધીરેન બદીયાણી (મો. ૯૮૨૫૪૮૮૮૯૦), ઉપપ્રમુખ હિતેન વિઠલાણી, (મો. ૯૮૨૪૯૭૩૯૭૨) તથા સેક્રેટરી મનીષ પાબારી (મો. ૯૪૨૯૮૦૦૪૫૧)નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
