Headlines

ખંભાળિયામાં વિના મૂલ્યે છાશ સાથે શ્રીખંડનું વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૬

       ખંભાળિયામાં સલાયા ગેઈટ ખાતે આવેલી શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દર ઉનાળામાં વિના મૂલ્યે છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે. આજરોજ રવિવાર તા. 19 ના રોજ અક્ષય તૃતીય અને શ્રી પરશુરામ જયંતિના પાવન પર્વ નિમિત્તે અહીં છાશનો લાભ મેળવતા કાર્ડ ધારક પરિવારોને છાશ સાથે શ્રીખંડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

         આ માટે શ્રીખંડના દાતા શ્રીમતી દીપીકાબેન ચંદ્રકાંતભાઈ વૃંદાવનદાસ બરછા (મુંબઈવાળા) રહ્યા હતા. આ સેવા પ્રવૃત્તિ ગરીબ તેમજ સામાન્ય વર્ગના લાભાર્થીઓમાં ખૂબ જ આવકારદાયક બની રહી છે. 

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *