જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૬
ખંભાળિયા શહેરમાં સલાયા તરફથી પ્રવેશવાના માર્ગ પર આવેલા ફાટકને હાલ બંધ કરી અને અંડર બ્રિજની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ માર્ગ પરથી પસાર થતા વાહન તાલુકો તેમજ નગરજનોને ખૂબ જ હાલાકી થતી હોય, અહીંના વૈકલ્પિક રસ્તાને સુવ્યવસ્થિત બનાવવાની વ્યાપક માંગ ઉઠવા પામી હતી.
અહીંના વોર્ડ નંબર 1 માં આવતા આ સલાયા ચાર રસ્તા ફાટકનો ડાયવર્ઝન કરતા રસ્તાના પ્રશ્ને આ વિસ્તારના રહીશોએ વોર્ડ નં. 1 ના ચૂંટાયેલા સભ્યોને જાણ કરતા તાત્કાલિક ધોરણે નગરપાલિકાના જે.સી.બી. ની મદદથી આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. માટે સદસ્યા દક્ષાબેન વારીયાના પ્રતિનિધિ મિલનભાઈ લખુભાઈ ચાવડા તેમજ મધુબેન નકુમ, વિગેરેએ સાથે મળીને તાકીદની અસરથી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.



