જામ ખંભાળિયા, તા. ૩૦: ખંભાળિયા તાલુકાના ભાડથર ગામથી ભારા બેરાજા ગામ તરફ જતા રસ્તે એક પુલ નીચે બેસીને ગત સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા લખમણ જીણાભાઈ કેશરીયા, કમલેશ રણમલભાઈ ચાનપા, ડાવા નગશી અવસૂરા અને મંગા પરબત રૂડાચ નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂ. 12,100 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામના વાડી વિસ્તારમાંથી પોલીસે મોડી રાત્રીના સમયે જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા જાવીદ ઓસમાણ ચમડીયા, અકબર હુસેન ચાવડા, આમદ સાલેમામદ ભાયા, હેમંતસિંહ બહાદુરસિંહ જાડેજા, વીરા નારણ ચાવડા અને ભગવાનજી કલુભા જાડેજા નામના છ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂ. 16,270 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ટાઉન વિસ્તારમાં એલસીબી પોલીસે કરણ હરજુક ધમા નામના 23 વર્ષના શખ્સને પોતાના સહ આરોપી એવા મૂળ ખંભાળિયાના અને હાલ દુબઈ ખાતે રહેતા પ્રવીણ ડોસાણી પાસેથી પોતાના એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં માસ્ટર આઈ.ડી. મેળવી, અને તે માસ્ટર આઈ.ડી. ફરારી યુઝર નેમ વારા અન્ય આશરે દોઢ ડઝન જેટલા શખ્સોને આપી હતી. આમ, ઉપરોક્ત શખ્સ દ્વારા ઓનલાઈન જુગાર રમાડી, પોતે આર્થિક લાભ મેળવી, જુગારધારા અંગેનો ગુનો કર્યો હોવાનું જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસે મોબાઈલ ફોન વિગેરે મળે કુલ રૂપિયા 22,500 ના મુદ્દામાલ સાથે આરોપી કરણ ધમાની અટકાયત કરી, આઈ.ડી. આપનાર એવા હાલ દુબઈ ખાતે રહેતા પ્રવીણ ડોસાણી તેમજ અન્ય આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
