Headlines

ખંભાળિયા ચેક રિટર્ન કેસમાં આરોપીને સજા


જામ ખંભાળિયા, તા. ૧૨-૦૬-૨૦૨૬

      ખંભાળિયાના રહીશ અમિતકુમાર વિજયકુમાર ચોપડાએ અહીંની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આરોપી ભાવેશ પ્રવીણચંદ્ર મહેતા વિરુદ્ધ ચેક રિટર્ન સંદર્ભે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયે ફરિયાદ કરી હતી.

      આ અંગેનો ફોજદારી કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી જે.જી. સોલંકી સમક્ષ ચાલી જતા આ કેસમાં ફરિયાદી તરફે વિદ્વાન વકીલ આર.એ. મુન્દ્રા દ્વારા વિવિધ પ્રકારના આધાર પુરાવાઓ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ વિગેરે સાથે કરેલી દલીલોને ધ્યાનમાં લઇ, નામદાર અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા અને વળતર પેટે રૂ. 3 લાખની રકમ 30 દિવસમાં ચૂકવી આપવા અને જો આરોપી આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ સાત દિવસની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *