
– ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા –
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૬-૨૦૨૬
ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના પ્રથમ હરોળના સફળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશ સાથે ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં જુદા જુદા સ્થળોએ યોજવામાં આવેલા સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો જોડાયા હતા.

ખંભાળિયામાં શહેર ભાજપ દ્વારા સ્વચ્છતા એવા અભિયાન અંતર્ગત સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અહીંના જોધપુર ગેઈટ ચોક ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા તેમજ રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં સધન સફાઈ યોજવામાં આવી હતી l. જેમાં વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના વિજેતા સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી, ઉત્સાહભેર શ્રમદાન કરી, આ વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવા પોતાનું યોગદાન આપ્યું હતું.
આ ઉપરાંત અહીંના યોગેશ્વર મહાદેવના મંદિરે જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ભગવાન ભોળાનાથની મહા આરતી તેમજ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના વડપણ હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ કણજારીયા, કારોબારી ચેરમેન રાજ પાબારી, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ધીરુભાઈ ટાકોદરા, ઉપપ્રમુખ પંકજભાઈ ઉંચળ, શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ જીગ્નેશભાઈ નડિયાપરા, શહેર ભાજપ મહામંત્રી હસમુખભાઈ ધોળકિયા, મુકેશભાઈ કાનાણી, કિરીટભાઈ ખેતિયા, પાલિકા સભ્ય રસિકભાઈ નકુમ, કિશોરભાઈ નકુમ, ભરતભાઈ ચાવડા, કાંતિભાઈ ઔદિચ્ય, શામજીભાઈ નકુમ, કુમારભાઈ સોમૈયા, મિલન વારીયા, યોગેશ્વર મહાદેવના પુજારી મધુગીરી સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
