
હરેશ જોષી. તળાજા
તળાજાના વંદના ગોસ્વામીની ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના ધોરણ -૮ ના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં સમીક્ષક તરીકે પસંદગી થઇ છે. હાલ તેઓ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-ખડસલિયામાં આચાર્યા(G.E.S.ક્લાસ -૨) તરીકે સેવા આપી રહ્યા છે. અનેક સંસ્થામાં શૈક્ષણિક વિષય પર વક્તવ્ય અને લેખક તરીકે વંદનાબહેન કાર્યરત છે. ભાવનગરની વિવિધ સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે. ખડસલિયા શાળાના વિધાર્થીઓને લઇ 3 વાર રાષ્ટ્રીય કક્ષાએ સન્માન મેળવ્યું છે. ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એમની શાળાને સાહિત્યિક પ્રવૃત્તિ માટે સન્માન પણ મળી ચુક્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં દર મહિને વિધાર્થીઓ માટે કલાકીય કાર્યક્રમનું આયોજન કરે છે. જેમાં જાણીતા કવિ-કલાકાર ઉપસ્થિત રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી હિતેન્દ્રસિંહ પઢેરિયાસાહેબે વંદનાબહેનને જિલ્લા શિક્ષણ કચેરી તરફથી ભાવનગરનું ગૌરવ વધારવા બદલ શુભેરછા પાઠવી છે.