Thursday August 07, 2025

દ્વારકાના મનોદિવ્યાંગ બાળકોનો ખેલ મહાકુંભમાં અનેરી સિધ્ધિ: 14 ખેલાડીઓએ 30 મેડલ જીત્યા: 11 બાળકો રાજ્ય કક્ષા માટે ક્વોલિફાઇડ

કુંજન રાડિયા, કલ્યાણપુર પુર૧૧-૦૨-૨૦૨૫

       કલ્યાણપુર તાલુકાના નંદાણા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ખાસ ખેલ મહાકુંભમાં દ્વારકાની રાધે ડિફરન્ટલી એબલ્ડ સંસ્થાના વિદ્યાર્થીઓએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સંસ્થાના 12 વિદ્યાર્થીઓ અને 2 વિદ્યાર્થીનીઓએ કુલ 30 મેડલ જીતીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે. જેમાં 13 ગોલ્ડ, 9 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

        આ સ્પર્ધામાં શ્રી ભડકેશ્વર યોગ ગ્રુપના ખેલાડી રાજ પંડ્યાએ 100 મીટર, 200 મીટર દોડ અને સાયકલિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે. મિલન ઠાકરે 100 મીટર દોડ અને ગોળાફેંકમાં સિલ્વર મેડલ જીત્યા છે. ખાસ કરીને, કિશન જિંદાણીએ સોફ્ટ બોલ થ્રોમાં સતત 16મા વર્ષે ગોલ્ડ મેડલ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે તેમજ બોચી ટીમ ગેમમાં સિલ્વર મેડલ પણ જીત્યો છે.

       સંસ્થાના 11 બાળકો રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાય થયા છે. આ સફળતા પાછળ સંસ્થાના રસિકભાઈ છાયા અને સમગ્ર સ્ટાફનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. જિલ્લા રમતગમત અધિકારી પ્રજાપતિની આગેવાનીમાં વિપુલભાઈ ઓઝા, નરેન્દ્રભાઈ ઘઉવા, કમલેશભાઈ વૈષ્ણવ અને વિજયભાઈ વારોતરીયાએ આયોજનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ટાટા કંપની દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top