Headlines

દ્વારકા શારદાપીઠમાં જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનું આગમન


– ભક્તોને દર્શન માટે નિર્ધારિત સમય જાહેર –

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૬

      પશ્ચિમામ્નાય અનંતશ્રી વિભૂષિત સ્વામી સદાનંદ સરસ્વતી દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનું આજે સોમવારના રોજ સાંજે 5 વાગ્યે દ્વારકામાં શ્રી શારદાપીઠ, શ્રી શંકરાચાર્ય મઠ ખાતે શુભ આગમન થનાર છે.

   શારદાપીઠ પરિવાર દ્વારા પૂજ્ય શંકરાચાર્ય મહારાજશ્રીના આગમનને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. મહારાજના આગમન પ્રસંગે શ્રદ્ધાળુઓ, સંત-મહંતો તેમજ ધર્મપ્રેમીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આશીર્વાદ પ્રાપ્ત કરશે.

   ભક્તજનોને મહારાજ ના દર્શન તથા આશીર્વાદનો લાભ મળી રહે તે માટે દર્શનનો સમય પણ જાહેર કરવામાં આવ્યો છે. દર્શન માટે સવારે 10 થી 12 તથા સાંજે 6 થી 8 વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.

   શારદાપીઠ તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓને દર્શન સમય દરમિયાન ઉપસ્થિત રહી પૂજ્ય જગદગુરૂ શંકરાચાર્ય મહારાજશ્રીના દર્શન, વંદન અને આશીર્વાદનો લાભ લેવા હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *