જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૬
ઓખા મંડળના આરંભડા ખાતે રહેતા રહીમ ઉર્ફે ભીખો હસનભાઈ બેતારા નામના 32 વર્ષના સામે ઓખાની ફેમિલી કોર્ટમાં ચાલી ગયેલા ભરણપોષણ કેસમાં તેને રૂ. 18,000 ની રકમ ચૂકવવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો. આ ભરણપોષણની રકમ ચૂકવવામાં નિષ્ફળતા નામદાર અદાલતે આરોપી રહીમ ઉર્ફે ભીખો બેતારાને 180 દિવસની સાદી કેદની સજા ફટકારતો હુકમ કરી, સજા વોરંટ જારી કરવામાં આવ્યું હતું.
આ આરોપી છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હોય, આ દરમિયાન જિલ્લા એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તથા પી.એસ.આઈ. ડી.એ. વાળાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઉપરોક્ત શખ્સને આરંભડા વિસ્તારના નેવી ગેઈટ પાસેથી ઝડપી લઇ, વધુ તપાસ અર્થે તેનો કબજો મીઠાપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી અને હરદાસભાઈ મોવરની બાતમીના આધારે કરવામાં આવી હતી.
