Headlines

ભાણવડમાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરોની કાર્યશાળા યોજાઈ


જામ ખંભાળિયા, તા. ૩૦-૦૫-૨૦૨૬

       દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેર ભાજપ અને તાલુકા સંગઠન દ્વારા ભાણવડમાં આવેલી મહાજન પાંજરાપોળ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત 12 વર્ષ “વિશ્વાસ વિકાસ અને જન કલ્યાણ” ના સંકલ્પ સાકાર કર્યા છે. આ પ્રસંગે ભાણવડ શહેર અને તાલુકાના ભાજપના હોદ્દેદારો કાર્યકરોની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

      ભાણવડ શહેર અને તાલુકાની યોજવામાં આવેલી આ કાર્યશાળામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મંત્રી અને ભાણવડ શહેરના પ્રભારી અનિલભાઈ તન્નાએ કાર્યશાળાનું સ્વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. જેમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ગોવિંદભાઈ કનારાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

     આ આયોજનમાં શહેર ભાજપના પ્રમુખ અજયભાઈ કારાવદરા, તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ પાથર, ભાણવડ શહેર મહામંત્રી ભાલચંદ્રભાઈ ભટ્ટ, નગરપાલિકાના પ્રમુખ પ્રિયેશભાઈ અનડકટ, ઉપપ્રમુખ હિતેશભાઈ જોશી, દેવશીભાઈ કરમુર, જયેશભાઈ જેઠવા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રીતેશભાઈ ડાંગર, ગોવિંદભાઈ નનેરા, અરજણભાઈ નનેરા, પ્રકાશભાઈ પંડ્યા સાથે નગરપાલિકાના સભ્યો, ભાણવડ શહેર અને તાલુકાના સંગઠનના હોદ્દેદારો, સિનિયર આગેવાનો તેમજ કાર્યકર્તાઓ વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *