Sunday August 10, 2025

ભાવનગરમાં રાંદલ ધામ ખાતે ખાવડીયા પરિવાર દ્વારા ચાલતી રામકથા જ્ઞાનયજ્ઞ

ભાવનગર તા.૪

ભાવનગર શહેરના સુભાષનગર પંચવટી ચોકમાં આવેલ શ્રી રાંદલ ધામ ખાતે  ચંદ્રિકાબેન મુકેશભાઈ ખાવડીયા પરિવાર દ્વારા  શ્રી રામ કથા જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં  શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ રાવલ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથામાં ઉપસ્થિત જાણીતા કલાકાર અનિલભાઈ વકાણી અને પત્રકાર વિપુલભાઈ હિરાણી નું ખાવડીયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવેલ. આ કથા દરમિયાન અનિલભાઈ વંકાણીએ સુંદર ભજનની રજૂઆત કરી હતી. રામ કથા તા. ૭ એપ્રિલ સુધી ચાલશે. કનો સમય સવારે ૯.૩૦ થી ૧૨ બપોરે ૩ થી ૬.૩૦ નો છે. ઉલ્લેખનીય છે કે  ચંદ્રિકાબેન ખાવડીયા પરિવાર દ્વારા છેલ્લા 23 વર્ષથી કથાનું આયોજન થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top