શંભુ સિંહ, ભાવનગર આજે, રેલવે બોર્ડ દ્વારા એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. એવું નિર્ધારિત કરવામાં આવ્યું છે કે બધી વિભાગીય પ્રમોશન પરીક્ષાઓ RRB / કેન્દ્રીયકૃત પરીક્ષા દ્વારા CBT મારફતે લેવામાં આવશે. બધા ઝોનલ રેલવે પરીક્ષા માટે એક કેલેન્ડર બનાવશે. બધી પરીક્ષાઓ ફક્ત કેલેન્ડરના આધારે લેવામાં આવશે.તાજેતરના વર્ષોમાં RRB દ્વારા લેવામાં આવતી પારદર્શક, ન્યાયી અને […]
Month: March 2025
પાસામાં અંદર થયો: સુરજકરાડીના માથાભારે મનુષ્ય રાકેશ રોશિયાને પોલીસે કઈ જેલમાં મૂક્યો?
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫ ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતો રાકેશ ધનાભાઈ રોશિયા નામનો 32 વર્ષનો શખ્સ છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રકારના ગુનાઓ સાથે સંડોવાયેલો હતો. જેની સામે સમયાંતરે નોંધાયેલી ફરિયાદો અન્વયે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા માથાભારે શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે એલ.સી.બી. પોલીસને આપવામાં આવેલી […]
કરારના વિશિષ્ટ પાલન અને કાયમી મનાઈ હુકમ મળવા અંગેનો દાવો ફગાવતી ખંભાળિયાની અદાલત
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના રામનગર ગામની ખેતીની જમીન ગુજ. સતવારા રામજી વિરા નકુમે રામનગરના રહીશ વેલજીભાઈ મનજીભાઈ કછટીયાને રજીસ્ટર વેચાણ સોદાખતથી વેચાણ આપી હતી. ત્યારથી તે જમીનનો કબજો વેલજી મનજી કછટીયાનો હોવાનું જણાવી, ગુજ. સતવારા રામજી વિરાના વારસો દસ્તાવેજ કરી આપે તે બાબતે કરારના વિશિષ્ટ પાલન તથા કાયમી મનાઈ હુકમ […]
ગુજરાતના આધુનિકીકરણના પ્રયાસોમાં રેલવે સુરક્ષા એક મુખ્ય આધારસ્તંભ: પ્રવિણ પરમાર
પ્રવિણ પરમાર IRTS (નિવૃત્ત),ભૂતપૂર્વ પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર,પશ્ચિમ રેલવે ગુજરાતને લાંબા સમયથી ઔદ્યોગિક વિસ્તરણ અને માળખાગત વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિઓને કારણે ભારતના વિકાસ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્યોગસાહસિકતા અને ઉત્પાદનને પ્રોત્સાહન આપીને, રાજ્યએ એક મજબૂત પરિવહન નેટવર્ક દ્વારા મજબૂત બનેલી સમૃદ્ધ અર્થવ્યવસ્થાનું નિર્માણ કર્યું છે. આ વર્ષનું રેલવે બજેટ ગુજરાતની માળખાગત રેલવે સુવિધાઓને આધુનિક બનાવવાની […]
ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિવિધ સ્થળોની મુલાકાત લીધી
હરેશ જોષી, ટીમાણા ગણેશ શાળા – ટીમાણાના ધોરણ 5 ના બાળકોએ બે દિવસીય શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિવિધ ઐતિહાસિક, ધાર્મિક તેમજ પ્રત્યક્ષ શિક્ષણ મળે તેવા શૈક્ષણિક તેમજ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ જેવા ધાર્મિક સ્થળો, ઉપરકોટ જેવા ઐતિહાસિક સ્થળો તેમજ બાળકોને પ્રિય અને આનંદ સાથે જોવા અને જાણવા મળે તેવું સ્થળ […]
ભદ્રાવળમાં સુશીલાબા જલધારા અને બટુકદાદા જલધારા નું લોકાર્પણ
હરેશ જોષી, ભદ્રાવળ ગુલાબચંદ ઝવેરચંદ શાહ શાળા ભદ્રાવળ ખાતે સુશીલાબા જલધારા નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શાળામાં પાણીની પરબ બંધાવી માતુશ્રી સુશીલાબાના આત્માને તર્પણ કરવામાં આવ્યું. છેલ્લા 17 વર્ષથી માદરે વતન ને જતન કરી રહેલા સુશીલાબા પરિવાર થકી પીવાના પાણીની સવલત કરી આપવામાં આવી છે . શાળાના આચાર્યશ્રી અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર ની લાગણી […]
વનતારામાં વડાપ્રધાન મોદીએ કર્યો પશુઓ સાથે વાર્તાલાપ
– પશુ પક્ષીઓના આવાસ “વનતારા”નું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૫ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર-વનતારાનું ઉદ્દઘાટન કરીને મુલાકાત લીધી હતી. વનતારામાં 2,000થી વધુ પ્રજાતિના 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા, નામશેષ થઈ રહેલા પ્રાણીઓ નિવાસ કરે છે. વડાપ્રધાને સેન્ટર ખાતેની વિવિધ […]
શેર બજારમાં પ્રોફિટની લાલચ આપીને દ્વારકા જિલ્લાના આસામી સાથે છેતરપિંડી કરનાર પાટણનો આરોપી ઝડપાયો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા એક આસામીને શેરબજારમાં રોકાણની લાલચ આપીને છેતરપિંડી કરવાના ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસે પાટણ જિલ્લાના સાંતલપુર વિસ્તારમાં રહેતા એક શખ્સને દબોચી લીધો હતો. આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા […]
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વન્યજીવ બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર – વનતારાની મુલાકાત લીધી
વનતારા 2,000 થી વધુ પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ બચાવેલા, લુપ્તપ્રાય અને લુપ્તપ્રાય પ્રાણીઓનું ઘર છે પ્રધાનમંત્રીએ કેન્દ્રમાં વિવિધ સુવિધાઓની તપાસ કરી. તેમણે ત્યાં પુનર્વસન કરાયેલા વિવિધ પ્રાણીઓની પ્રજાતિઓ સાથે નજીકથી વાતચીત કરી વનતારા પ્રધાનમંત્રીએ વનતારા ખાતે વન્યજીવન હોસ્પિટલની મુલાકાત લીધી અને પશુચિકિત્સા સુવિધાઓ જોઈ જેમાં MRI, CT સ્કેન, ICU વગેરે સુવિધાઓ છે. આ ઉપરાંત, […]
સંયુક્ત ભારતીય ધર્મ સંસદ દ્વારા આયોજિત શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન અંતર્ગત દ્વારકાથી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ
– શંકરાચાર્ય નારાયણનંદજીના આશીર્વાદથી રથયાત્રાનો પ્રારંભ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫ સિદ્ધપીઠ મહેંદીપુર બાલાજી મંદિર મહંત નરેશપુરીજી મહારાજના પવિત્ર સાનિધ્ય તથા આચાર્ય રાજેશ્વરીજીના નેતૃત્વમાં કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન અંતર્ગત ભવ્ય રથયાત્રા દ્વારકા (ગુજરાત)થી મથુરા (ઉત્તર પ્રદેશ) સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ મંગળવારે સવારે દ્વારકાધીશ જગત મંદિર પરિસરમાં જગતગુરુ […]
